News Continuous Bureau | Mumbai
Wimbledon 2024 Final:
સ્પેનના કાર્લોસ અલ્કારાઝે વિમ્બલ્ડન 2024ની ફાઇનલમાં નોવાક જોકોવિચને હરાવીને બીજી વખત વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું છે.
અલ્કારાઝે જોકોવિચને સીધા સેટમાં 6-2, 6-2, 7-6થી હરાવીને સતત બીજી વખત આ ખિતાબ જીત્યો છે.
આ જીત સાથે જ જોકોવિચનું ટેનિસ ઇતિહાસમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ (મહિલા પુરુષ) જીતનાર ખેલાડી બનવાનું સ્વપ્ન તોડી નાખ્યું છે.
24 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા જોકોવિચને પણ ગયા વર્ષે વિમ્બલ્ડનની ફાઇનલમાં અલ્કારાઝથી પરાજય મળ્યો હતો.
21 વર્ષીય અલ્કારાઝ ત્રણેય પ્રકારના કોર્ટ, ગ્રાસ, ક્લે અને હાર્ડ કોર્ટ પર ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતનાર સૌથી યુવા ખેલાડી છે.
આ સમાચાર પણ વાંચો: India Vs Zimbabwe: ભારતની ‘યુવા’ ટીમે ઝિમ્બાબ્વેને ચટાવી ધૂળ, એક હારનો બદલો સીરિઝ 4-1 થી કબજે કરીને લીધો..
Join Our WhatsApp Community