News Continuous Bureau | Mumbai
- ભારતમાં છેલ્લા બે અઠવાડિયામાં ઈન્ફલ્યુએન્ઝા અને કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
- દરમિયાન હવે વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે નોમિનેટ અજય બંગાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
- જોકે તેઓ એસિમ્પટમેટિક છે એટલે કે તેઓમાં હજી સુધી કોરોનાના લક્ષણો દેખાતા નથી. હાલમાં તેઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
- મહત્વનું છે કે તેમના વિશ્વ પ્રવાસના છેલ્લા તબક્કામાં બે દિવસના પ્રવાસે ભારત પહોંચ્યા છે.
- આ બે દિવસની ભારત મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે.
- આ ઉપરાંત તેમના કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ.કે. જયશંકર સહિત અનેક દિગ્ગજોને મળવાનો કાર્યક્રમ છે. આ દરમિયાન વિશ્વ બેંક અને વૈશ્વિક આર્થિક વિકાસ પડકારો પર ચર્ચા થશે.
આ સમાચાર પણ વાંચો : How To Cure Acidity: આ ઘરગથ્થુ ઉપચાર વડે એસિડિટીને બાય બાય કહો, પછી જુઓ કમાલ….
Join Our WhatsApp Community