ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 સપ્ટેમ્બર 2020
સંયુક્ત અરબ અમીરાતમાં 19 સપ્ટેમ્બર થી શરૂ થઇ રહેલી IPL માં ચેન્નઈ સુપર કિંગ્સને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. IPLના 3 ટાઈટલ જીતી ચૂકેલી ચેન્નઈની ટીમથી સુરેશ રૈના પહેલેથી જ અંગત કારણોને લઇ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. હજુ તો રૈના સાથેનો વિવાદ થંભ્યો પણ નહોતો, એવામાં વધુ એક CSK ખેલાડી હરભજને આઈપીએલમાં ન રમવાનો નિર્ણય કર્યો છે. એવુ મનાય છે કે, હરભજને કોરોના વાયરસના ડરથી આઈપીએલમાં નહીં રમવાનુ નક્કી કર્યુ છે. નોંધપાત્ર વાત છે કે હરભજન યુએઈ ગયેલી ટીમમાં જોડાયો નહોતો અને ત્યારથી જ તેના રમવા અંગે અટકળો શરુ થઈ ગઈ હતી.જોકે ભજ્જીએ આજે ટીમને સત્તાવાર રીતે આ સિઝનમાં નહીં રમવા અંગે જાણ કરી દીધી છે.તેણે વ્યક્તિગત કારણસર નહીં રમવાનો નિર્ણય કર્યો છે. આ વ્યક્તિગત કારણ શું છે તેની હજુ સુધી કોઈ જાણ નથી.
ઉલ્લેખનીય છે કે, IPL 2020 શરૂ થાય તે પહેલાથી જ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ સતત ચર્ચામાં છે. સૌથી પહેલા આ ટીમના બે ખેલાડીઓ સહિત 13 સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ હતું. ત્યાર પછી આ ટીમના અનુભવી અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા સુરેશ રૈના પહેલેથી જ અંગત કારણોને લઇ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો…