ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર IPLમાં રમતો જોવા નહીં મળે. આ વાતથી અર્જુનના ચાહકોને ઝટકો લાગ્યો છે. અર્જુન મુંબઈ ઇન્ડિયન્સના પ્રૅક્ટિસ સેશન દરમિયાન ઘાયલ થયો છે. એથી તેણે આખી સિઝનમાંથી બહાર થવું પડશે.
મુંબઈ ઇન્ડિયન્સે આ વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે અર્જુન તેંડુલકર ઘાયલ થવાથી તેના સ્થાને સિમરનજિત સિંહને IPL-14ની બાકીની મૅચ રમવા માટે ટીમમાં સામેલ કરાયો છે. સિમરજિતે ટીમ સાથેનો અભ્યાસ પણ શરૂ કરી દીધો છે. ફાસ્ટ બોલર અર્જુનને ચૅમ્પિયન મુંબઈએ આ વર્ષની શરૂઆતમાં જ પોતાની ટીમમાં લીધો હતો.
વાવાઝોડાને લીધે નહીં પરંતુ મુંબઈમાં આ કારણે શાકભાજીના ભાવમાં થયો વધારો ; જાણો વિગતે
ખાસ વાત એ છે કે અર્જુન IPLમાં હજુ સુધી રમી શક્યો નથી. તેને મુંબઈ ફ્રેન્ચાઇઝીએ ગત વર્ષે લિલામીમાં 20 લાખની બેઝિક પ્રાઇઝમાં ખરીદીને ટીમમાં ઉમેર્યો હતો. તે હાલમાં નેટ બોલર તરીકે ટીમના અન્ય બોલરો સાથે પ્રૅક્ટિસ કરી રહ્યો છે. જોકે અત્યાર સુધી અર્જુન કોઈ પણ મૅચના 11 ખેલાડીઓમાં જગ્યા બનાવી શક્યો નથી.