ઋષભ પંતની કાર એક્સીડેંટના CCTV ફૂટેજ : કાર આંખના પલકારામાં ડિવાઈડર તોડી ફૂટબોલના દડાની જેમ ફંગોળાઈ, જુઓ વિડીયો…

CCTV footage of Rishabh Pant`s CAR CRASH leaked, cricketer survives road accident

News Continuous Bureau | Mumbai

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન ( cricketer  ) રિષભ પંતને )( Rishabh Pant ) આજે વહેલી સવારે ( road accident ) અકસ્માત ( CAR CRASH ) નડ્યો હતો.. આ અકસ્માત રૂરકી નજીક મોહમ્મદપુર જાટ પાસે થયો હતો. ગમખ્વાર અકસ્માતમાં પંત માંડ બચ્યો હતો. આ અકસ્માતમાં તેને કપાળ, પીઠ અને પગમાં ઘણી ઈજાઓ પહોંચી છે.

ઘટનાસ્થળે પહોંચેલી હરિદ્વાર પોલીસે તરત જ પંતને રૂરકીની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જે બાદ તેને સારી સારવાર માટે દહેરાદૂન રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં પંતની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન પંતના અકસ્માતના સીસીટીવી ફૂટેજ ( CCTV footage ) સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ખૂબ જ ઝડપે ડિવાઈડર તોડીને કાર પલટી ગઈ. કાર એટલી સ્પીડમાં હતી કે તે આંખના પલકારામાં ગાયબ થઈ ગઈ. કારની સ્પીડ પરથી અંદાજો લગાવી શકાય છે કે ડિવાઈડર સાથે અથડાયા પછી કેટલી ઝડપથી તે ઉછળી હશે અને ઋષભ પંત કંઈ પણ સમજે તે પહેલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હશે.

આ સમાચાર પણ વાંચો:  Rishabh Pant accident: ગોઝારો દિવસ… હવે ટીમ ઇન્ડિયાના આ ખેલાડીને નડ્યો ભયંકર અકસ્માત, ઘટના બાદ કાર બળીને થઈ રાખ.. જુઓ વિડીયો.. 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *