ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,
બુધવાર,
કટક ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફી સ્પર્ધાની બાકીની મેચો છોડી અધવચ્ચે ઓલ-રાઉન્ડર કૃણાલ પંડ્યા ટીમ મેનેજરને જાણ કરી જતો રહેતાં બીસીએ સત્તાધીશોમાં ભારે હલચલ મચી ગઇ છે.
બીસીએનાં સૂત્રોના જણાવ્યા મુજબ બંગાળ સામેની રણજી મેચ પૂરી થઇ હતી, જેમાં વડોદરા ટીમનો પરાજય થયો હતો. આ મેચમાં કૃણાલ પંડ્યાને બીજા દાવમાં એક ઓવર નાખવા મળી હતી. મેચ પૂરી થયા બાદ બરોડા ટીમના મેનેજરને કૃણાલ પંડ્યાએ કહ્યું હતું કે, હવે બાકીની ૨ મેચો માટે હું ઉપલબ્ધ નથી. જેથી ટીમ મેનેજરે બીસીએના સત્તાધીશોને આ અંગેની જાણ ઇ-મેલ દ્વારા કરી હતી.
બીસીએના સેક્રેટરી અજિત લેલેએ જણાવ્યું હતું કે, ટીમ મેનેજરનો ઇ-મેલ મળ્યો છે, પણ કૃણાલે બંને મેચો માટે કેમ ઉપલબ્ધ નથી તેનું કારણ જણાવ્યું નથી. બીસીએના એક ટોચના હોદ્દેદારે જણાવ્યું હતું કે, આ શિસ્તભંગ છે અને આવા કિસ્સામાં પગલાં જરૂરી છે. બીસીએની હાલત એવી છે કે કોઈ ખેલાડીને મોકલે તો તેને ૫ દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડે. આ સંજાેગોમાં તેણે ૨ મેચ રમવી નહોતી તો પહેલેથી કહેવું જોઈતું હતું.