ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
આપે અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, કચ્છી કે પછી અન્ય સ્થળોએ સ્થાનિક ભાષામાં ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળી હશે. પરંતુ શું તમે ક્યારેય સંસ્કૃત ભાષામાં લાઈવ કોમેન્ટ્રી અંગે વિચાર્યું છે?. જી હા, કચ્છના સંસ્કૃત ભારતીના સંયોજક દ્વારા ભુજની એક ક્રિકેટ મેચ દરમિયાન સંસ્કૃતમાં લાઈવ કોમેન્ટ્રી કરવામાં આવી હતી. તેને લઈને મેચમાં ભાગ લેનારા, ટુર્નામેન્ટના આયોજકો તેમજ પ્રેક્ષકો રોમાંચિત થયા હતા. આ ઉપરાંત સંસ્કૃત ભાષાની કોમેન્ટ્રી પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
સંસ્કૃત ભાષામાં ક્રિકેટ મેચની કોમેટ્રી કરવા સાથેનો નવતર પ્રયોગ ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સાંભળવા મળ્યો હતો. પ્રાચીનકાળથી અસ્તિત્વ ટકાવી રહેલી સંસ્કૃત ભાષા આપણા દેશની ગરીમા સમાન છે. જેનો ઉપયોગ માત્ર માનવીના સ્વાસ્થ માટે લાભદાયક હોવાનું કહેવાય છે. આમ સંસ્કૃત ભાષાની ગરિમા જાળવવાના હેતુથી સમસ્ત ભુજ તાલુકા બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા આ પહેલ હાથ ધરાઈ હતી.
દવા બનાવવા ગીધની તસ્કરી, ખંડવા રેલ્વે સ્ટેશનથી ૧ દાણચોર આટલા ગીધ સાથે પકડાયો; જાણો વિગતે
સમસ્ત ભુજ તાલુકા બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા આયોજિત ક્રિકેટ મેચમાં અમિત ગોર નામના યુવક દ્વારા સંસ્કૃત ભાષામાં કોમેન્ટ્રી કરવામાં આવી હતી. સ્પીકર મારફતે સંસ્કૃત ભાષામાં કોમેન્ટ્રી સાંભળી સતત ચહલ પહલ ધરાવતા જ્યુબિલી સર્કલ પર ઉપસ્થિત લોકોએ પણ કૉમેન્ટ્રીનો આનંદ લીધો હતો. શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ટી-૨૦ મેચ દરમિયાન બેટ્સમેન દ્વારા બાઉન્ડ્રી મારવા માટે જાેરદાર બેટ ફેરવી ફટકો મારવામાં આવ્યો હતો, પરંતુ બાઉન્ડરી લાઈન પર સારી ફિલ્ન્ડિંગ દ્વારા બોલને અટકાવી સારી ફિલ્ડિંગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેનું ચિત્રણ સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યું હતું