News Continuous Bureau | Mumbai
ભારતનાં ફૂટબોલ પ્રેમીઓને(Football lovers of India) નિરાશા થાય એવું એક પગલું ફિફા દ્વારા લેવામાં આવ્યું છે.
ફૂટબોલની રમતનું નિયમન કરતી સંસ્થા ફિફા(FIFA) દ્વારા ભારતનાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનને(All India Football Federation) તાત્કાલિક અસરથી સસ્પેન્ડ(Suspend) કરવામાં આવ્યું છે.
ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને ફિફા દ્વારા સસ્પેન્ડ કરવા પાછળ થર્ડ પાર્ટીની દખલનું(third party interference) કારણ આપવામાં આવ્યું છે.
આ સસ્પેન્શનના કારણે આ વર્ષે ભારતમાં થનારા અંડર-17 મહિલા વર્લ્ડ કપ ઉપર પણ સંકટ આવી ગયું.
જો કે ફીફાએ કહ્યું છે કે તે ભારતના ખેલ મંત્રાલયના(Sports Ministry) સતત સંપર્કમાં છે અને આશા છે કે આ મામલે સકારાત્મક પરિણામ આવી શકે છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની બહારથી આવતા વાહનોને કારણે થતી ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત-દહીસરમાં ઊભું કરાશે ટ્રાન્સપોર્ટ હબ