ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 માર્ચ 2021
વર્ષ 2003માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર સંધર્ષ વિરામ નક્કી થયો હતો જે છેક વર્ષ 2021 માં અમલમાં મુકાયો. આ ઉપરાંત હવે સિંધુ જળ વિવાદ મામલે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી વખત વાટાઘાટો થઈ રહી છે. હવે ક્રિકેટ પણ શરૂ થશે એવું લાગે છે.
વર્ષ ૨૦૧૩ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વન ડે ઇન્ટરનેશનલ સિરીઝ યોજાઈ નથી. હાલમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી થયેલ સંકેત મુજબ,આ વર્ષે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે દ્વિપક્ષીય સિરિઝ થવાની શક્યતા છે.પરંતુ તે અંગે અંતિમ નિર્ણય આઇસીસીની બેઠક માં લેવાશે. આમ ભારત અને પાકિસ્તાન વધુ એક વખત નજીક આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
જોકે ભૂતકાળમાં આવું જ્યારે જ્યારે થયું છે ત્યારે ત્યારે દરેક પ્રયત્નો નિષ્ફળ થયા છે.વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહના કાર્યકાળ સુધી સરકારે આ મામલે પછડાટ જ ખાધી છે. હવે જોવાનું એ રહે છે કે મોદી સરકાર સાથે પાકિસ્તાનનું વલણ કેવું રહે છે.
