IND vs BAN: ભારતે બાંગ્લાદેશને પહેલી ટેસ્ટમાં હરાવ્યું. ભારતને મળ્યા બે શાનદાર નવા બોલર જેને કારણે મળી એક જબરદસ્ત જીત.

ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ પહેલી ટેસ્ટ: ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે 2 મેચોની ટેસ્ટ સીરીઝમાં 1-0 થી આગળ છે. કે.એલ. રાહુલની કપ્તાની હેઠળ ટીમ પ્રથમ ટેસ્ટ 188 રનથી જીતી.

by Dr. Mayur Parikh
India vs Bangladesh cricket match

કુલદીપ યાદવ ના શાનદાર પ્રદર્શનને કારણે બેમ ટેસ્ટ મેચની સીરીઝમાં ભારત પહેલી ટેસ્ટ મેચ જીતી ગયું છે.  ભારતને આ જીત 188 રનથી મળી છે. ભારતે બાંગ્લાદેશને જીત માટે 513 રનનું લક્ષ્ય આપ્યું હતું. ભારતે પોતાની પ્રથમ બેટિંગમાં ૪૦૪ રન બનાવ્યા હતા જ્યારે કે બાંગ્લાદેશ માત્ર ૧૫૦ રન બનાવી શક્યું હતું. જેને કારણે બાંગ્લાદેશને ફોલોઓનનો સામનો કરવો પડયો.  તેમજ બીજી વખત બેટિંગ કરતાં બાંગ્લાદેશ માત્ર 258 રન બનાવી શક્યું.

 હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજો અને અંતિમ મુકાબલો 22 ડિસેમ્બરથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશે વનડે સિરીઝ જીતી લીધી છે જેને કારણે ભારતના  અનેક ફેન નિરાશ થયા હતા. 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment