Site icon

IND vs NZ: હૈદરાબાદમાં આ સ્ટાર ક્રિકેટર નો ધમાકો, 6,6,6 ફટકારી માત્ર 145 બોલમાં પૂરા કર્યા 200 રન, બનાવી દીધો રેકોર્ડ

ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગીલ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં જ ધમાકો કર્યો છે. શુભમન ગિલે વનડેમાં બેવડી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે

India vs New Zealand: Shubman Gill youngest batter to hit ODI double hundred

IND vs NZ: હૈદરાબાદમાં આ સ્ટાર ક્રિકેટર નો ધમાકો, 6,6,6 ફટકારી માત્ર 145 બોલમાં પૂરા કર્યા 200 રન, બનાવી દીધો રેકોર્ડ

News Continuous Bureau | Mumbai

ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગીલ ( Shubman Gill ) ન્યૂઝીલેન્ડ ( India vs New Zealand ) સામેની પ્રથમ મેચમાં ( ODI  ) જ ધમાકો કર્યો છે. શુભમન ગિલે વનડેમાં બેવડી સદી ( double hundred ) ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. ગિલે માત્ર 145 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. આ સાથે જ ગિલ ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પાંચમો ભારતીય બેટ્સમેન પણ બન્યો છે. શુભમને માત્ર 23 વર્ષની ઉંમરે બેવડી સદી ફટકારી છે. આ બેવડી સદીમાં શુભમને 8 જોરદાર છગ્ગા અને 19 ચોગ્ગા માર્યા હતા.

Join Our WhatsApp Community

શુભમન 5મો ભારતીય

ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકર ODI ક્રિકેટના ઇતિહાસમાં બેવડી સદી ફટકારવાની આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ખેલાડી હતો. ત્યારબાદ રોહિત શર્માએ 3 વખત બેવડી સદી ફટકારી હતી. વિરેન્દ્ર સેહવાગે પણ આ કારનામું કર્યું છે. થોડા દિવસ પહેલા જ ઈશાન કિશને પણ બેવડી સદી ફટકારી હતી. શુભમન ગિલે ફટકારેલી બેવદી સદી વનડેની 10મી બેવડી સદી છે. ક્રિસ ગેલ, માર્ટિન ગપ્ટિલ, ફકર ઝમાન, સચિન, રોહિત શર્મા, વિરેન્દ્ર સહેવાગ અને ઈશાન કિશન બાદ વનડેમાં બેવડી સદી ફટકારનાર તે 8મો ખેલાડી બન્યો છે.

આ સમાચાર પણ વાંચો:   પિતા બાદ હવે પુત્રનો જેલભેગા થવાનો વારો? નવાબ મલિક બાદ હવે પુત્ર ફરાઝ વિરુદ્ધ કેસ દાખલ,આ કેસમાં થઈ શકે છે ધરપકડ..

ટીમ ઈન્ડિયા પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

ન્યુઝીલેન્ડ પ્લેઇંગ ઇલેવન

ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, લોકી ફર્ગ્યુસન, શિપલી અને ટિકનર.

India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
Exit mobile version