ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ,17 એપ્રિલ 2021.
શનિવાર.
આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં આઈસીસી ટી-20 વર્લ્ડ કપ રમવાની છે. આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ભારત આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કહ્યું છે કે કેન્દ્રની મોદી સરકાર પાકિસ્તાનના ખેલાડીઓ અને મીડિયાને વિઝા આપવા માટે તૈયાર થઈ ગઈ છે. જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વણસેલા સંબંધોને જોતા પાકિસ્તાનના ખેલાડીઓને વિઝા મળવા પર મુશ્કેલી હતી. બીસીસીઆઈના પદાધિકારીઓએ જણાવ્યું કે ટી 20 વર્લ્ડકપ આઇસીસીની ઇવેન્ટ છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. હાલમાં ટુર્નામેન્ટનું કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો નથી. ટી 20 વર્લ્ડકપના યજમાન માટે નવ સ્ટેડિયમને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઇએ ટી 20 વર્લ્ડકપના મુકાબલા માટે નવ સ્ટેડિયમ પસંદ કર્યા છે, જ્યારે ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.