ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૪ મે 2021
મંગળવાર
દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેણે હવે IPL ને પણ પ્રભાવિત કર્યુ છે. પ્રાપ્ત જાણકારી મુજબ આઈપીએલનાં વધુ બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ મળી આવતા આ ટૂર્નામેન્ટને રદ કરવામાં આવી છે.
આજે સનરાઇઝર્સ હૈદરાબાદનો વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા અને દિલ્હી કેપિટલ્સનાં અમિત મિશ્રા કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) નાં વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ એએનઆઈને જણાવ્યું કે, આઈપીએલ 2021 ને હાલનાં સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે.
રાહતના સમાચાર : મહારાષ્ટ્ર માં કોરોના સંક્રમણનો ગ્રાફ 50 હજારથી નીચે આવ્યો. જાણો આજના નવા આંકડા..
ઉલ્લેખનીય છે કે ગઈકાલે (સોમવાર) કોવિડ-19 ટેસ્ટમાં વરુણ ચક્રવર્તી અને કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) નાં સંદીપ વોરિયર પોઝિટિવ જોવા મળ્યા હતા, ત્યારબાદ કેકેઆર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) વચ્ચેની મેચ મુલતવી રાખવામાં આવી હતી.
આમ બે દિવસમાં ચાર ખેલાડીઓ કોવિડ-19 પોઝિટિવ મળી આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.