ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022નું શેડ્યૂલ બીસીસીઆઈ જાહેર કરી દેવામાં આવ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (CSK Vs KKR) 26 માર્ચે પ્રથમ મેચમાં સામસામે ટકરાશે. પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જોવા મળશે, જે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. તો આઇપીએલ 2022 લીગની છેલ્લી મેચ વાનખેડે સ્ટેડિયમમાં 22 મેના રોજ સાંજે 7.30 કલાકે રમાશે. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ (SRH Vs PBKS) ની ટીમો આમને-સામને હશે.
NEWS : The Board of Control for Cricket in India (BCCI) announced the schedule for #TATAIPL 2022 which will be held in Mumbai and Pune.
A total number of 70 league matches and 4 Playoff games will be played in the duration of 65 days.
More Details
— IndianPremierLeague (@IPL) March 6, 2022
આઇપીએલની મોટાભાગની મેચો સાંજે 7.30 વાગ્યે રમાશે, જ્યારે જે દિવસે બે મેચ હશે તે દિવસે પહેલી મેચ બપોરે 3.30 વાગ્યે અને બીજી મેચ સાંજે 7.30 વાગ્યે રમાશે. જોકે પ્લેઓફ મેચોનું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી, તે પછીથી જાહેર કરવામાં આવશે.
આઈપીએલ આગામી 26 માર્ચ 2022થી શરૂ થશે, જ્યારે ફાઇનલ 29 મેના રોજ રમાશે. આ વખતે યોજાનારી લીગની તમામ 70 મેચ મુંબઈ અને પુણેમાં રમાશે. મુંબઈમાં કુલ 55 મેચ રમાવાની છે જ્યારે 15 મેચ પુણેમાં રમાશે. આ વખતે મુંબઈના વાનખેડેમાં 20, સીસીઆઈમાં 15, ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 20 મેચ રમાશે. જ્યારે પુણેના એમસીએ સ્ટેડિયમમાં 15 મેચ યોજાશે.
Hello Fans
Set your reminders and mark your calendars.
Which team are you rooting for in #TATAIPL 2022 pic.twitter.com/cBCzL1tocA
— IndianPremierLeague (@IPL) March 6, 2022
વાહ!! બહુ જલદી મિલન સબવે પણ થશે પૂરમુક્ત, મુંબઈ મનપા આ યોજના અમલમાં મૂકશે.. જાણો વિગત
આ વખતે આઈપીએલ લીગમાં 10 ટીમો ભાગ લેશે. તમામ 10 ટીમોને બે અલગ-અલગ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે, 2011 પછી IPL ઇતિહાસમાં બીજી વખત, જ્યારે ટીમોને 2 જૂથોમાં વહેંચવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સને ગ્રુપ ‘એ’માં રાખવામાં આવ્યા છે. તો ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સને ગ્રુપ ‘બી’માં રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે એમએસ ધોનાની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગત વર્ષે એટલે કે, 2021નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આઈપીએલ કોરોના મહામારી વચ્ચે યોજાઈ રહ્યું છે. પણ ફેન્સ માટે એન્ટ્રી મળવાની શક્યતા છે. કહેવામાં આવી રહ્યું છે કે શરૂઆતની મેચમાં 25 ટકા સુધીના દર્શકો મેદાનમાં આવી શકશે.