ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022
શનિવાર
બેંગ્લોરમાં ચાલી રહેલી IPL 2022 મેગા ઓક્શનમાં આજે એક દુર્ઘટના ઘટી છે. આઈપીએલ મેગા ઓક્શનના હરાજી કરનાર હ્યુજ એડમિડ્સની તબિયત અચાનક બગડી ગઈ હતી. તેઓ હરાજી દરમિયાન જ બેહોશ થઈ ગયા હતા અને સ્ટેજ પરથી પણ પડી ગયા હતા.
મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ, ઓક્શનર હ્યૂ એડમીડ્સની તબીયત લથડી હતી અને ચાલુ હરાજીમાં જ તે સ્ટેજ પરથી નીચે ઢળી પડ્યા હતા. વાનિંદુ હસરંગા માટે બોલી લાગી રહી હતી ત્યારે જ આ દુર્ઘટના ઘટી હતી. હ્યૂ એડમીડ્સ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા. હ્યૂ એડમિડ્સને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હેલ્થ ઈમર્જન્સીને પગલે આઈપીએલ મેગા ઓક્શને અટકાવીને લંચ સેશનની જાહેરાત કરવામાં આવી હતી. હાલ હ્યૂને ડોક્ટર્સની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને થોડીવારમાં હરાજી પુનઃ શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
IPL Auction 2022: ઑકશનર હ્યુ એડમીડ્સ સ્ટેજ પર બેહોશ થઈને પડ્યા, ઓક્શન રોકાયુ#IPL2022Auction #IPLAuction #Auction #HughEdmeades pic.twitter.com/pISRhEiiYv
— news continuous (@NewsContinuous) February 12, 2022
ઉલ્લેખનીય છે કે 36 વર્ષની કારકિર્દીમાં તેમણે 2,700 જેટલી સફળ હરાજીઓ કરાવેલી છે. તેઓ આર્ટ પીસીઝ, વિન્ટેજ કાર્સ, ચેરિટી વગેરે માટેની હરાજીનું સંચાલન કરી ચુક્યા છે.