241
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો,
મુંબઈ, 6 એપ્રિલ 2021
મંગળવાર
ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL ૨૦૨૧ની શરૂઆત ૯ એપ્રિલથી ચેન્નાઈમાં થવાની છે. મુંબઈમાં પ્રથમ મેચ ૧૦ એપ્રિલે વાનખેડે સ્ટેડીયમમાં રમવામાં આવશે. હવે આમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે, વાનખેડે સ્ટેડીયમના બે મેદાનકર્મી અને એક પ્લંબરને કોરોના થયો છે.
આ પહેલા પાછલા શનિવારે પણ ૧૦ મેદાનકર્મીઓને કોરોના થયો હતો, પરંતુ તેમના ઘણા લોકો હવે રિકવર થઈ ગયા છે. મહારાષ્ટ્ર સરકારે વીકએન્ડ લોકડાઉન અને નાઈટ કર્ફ્યુ છતાં મુંબઈમાં IPL યોજાવાની પરવાનગી આપી છે.
ઉલ્લેખનીય છે કે સરકારે નાઈટ કર્ફ્યુમાં પણ ટીમને પોતાની હોટલમાં જવા માટે રાત્રે આઠ વાગ્યા બાદ પણ પરવાનગી આપી છે, સાથે-સાથે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવાની પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે. હવે જો જગ્યા બદલવામાં આવશે તો એ જગ્યાએ કદાચ ધર્મશાળા હોય શકે છે.
You Might Be Interested In