ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર 2021
શુક્રવાર.
વિરાટ કોહલીને આ મેચમાંથી આરામ અપાયો છે. રોહિત શર્મા, રિષભ પંત, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને આખી સિરીઝમાંથી આરામ અપાયો છે. વળી, કે.એલ.રાહુલ મેચના ૨ દિવસ પહેલાં ઈજાગ્રસ્ત થતાં આ સિરીઝની બહાર થઈ ગયો છે. એવામાં હવે દ્રવિડ યુવા ખેલાડીને તેમના સ્થાને તક આપી ટીમનું કોમ્બિનેશન નક્કી કરશે. રહાણેની કેપ્ટનશિપમાં ભારતે અત્યારસુધી ૫ ટેસ્ટ મેચ રમી છે અને જેમાં ૪માં ટીમે જીત મેળવી છે. ત્યારે ૧ મેચ ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયાએ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં અત્યારસુધી ૨૨ ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી ૭ મેચમાં ટીમ જીતી છે જ્યારે ૩માં હારનો સામનો કર્યો છે. વળી, આ સ્ટેડિયમમાં ૧૨ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમ અહીં છેલ્લી મેચ ૧૯૮૩માં વેસ્ટ ઈન્ડીઝ સામે હારી હતી. ત્યાર પછી ઈન્ડિયાએ અહીં ૮ ટેસ્ટ મેચ રમી છે, તેમાં ૫ જીતી છે, જ્યારે ૩ ડ્રો રહી છે, એટલે કે કાનપુરની આ પિચ પર ટીમ ઈન્ડિયા છેલ્લાં ૩૮ વર્ષથી એકપણ મેચ હારી નથી. ઈન્ડિયન ટીમે ગ્રીન પાર્કમાં છેલ્લી ત્રણ મેચ જીતી છે. ૨૦૦૮માં ઈન્ડિયાએ અહીં દક્ષિણ આફ્રિકાને ૮ વિકેટથી, ૨૦૦૯માં શ્રીલંકાને ૧ ઈનિંગ અને ૧૪૪ રનથી અને પછી ૨૦૧૬માં ન્યૂઝીલેન્ડને ૧૯૭થી હરાવ્યું છે કાનપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં શુભમન ગિલને ૨ વાર જીવનદાન મળ્યાં છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની પહેલી ટેસ્ટ મેચમાં રહાણેએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. ત્રીજી અને સાતમી ઓવરમાં ગિલને જીવનદાન મળ્યાં હતાં. પહેલા તો અમ્પાયરના ખોટા નિર્ણયને પગલે તેને ડ્ઢઇજીએ બચાવ્યો અને પછી દ્ગઢની ટીમ સાતમી ઓવરમાં ન્મ્ઉ અપીલ કરવામાં નિષ્ફળ રહી હતી. જોકે આ તકનો લાભ ઉઠાવી અત્યારે ગિલ વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે અને ઈન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટમાં ચોથી ફિફ્ટી પર ફટકારી હતી. જોકે કાઈલ જેમિસને શુભમન ગિલને (૫૨ રન) ઈનિંગની ૩૦મી ઓવરમાં ક્લિન બોલ્ડ કર્યો હતો.
ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર ટિમ સાઉથીએ શુભમિન ગિલ વિરુદ્ધ ન્મ્ઉ અપીલ કરી હતી, જેને અમ્પયારે આઉટ આપી દેતાં લગભગ ઈન્ડિયન ટીમની પહેલી વિકેટ પડી ગઈ હતી. જોકે શુભમન ગિલે ડ્ઢઇજીનો ઉપયોગ કરીને આ નિર્ણયને પડકાર્યો હતો, જેને પરિણામે રિવ્યુમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે ઈન્સાઈડ એડ્જ વાગ્યા પછી ગિલના પેડ પર બોલ વાગ્યો હતો, જેથી અમ્પાયરને આ નિર્ણય બદલવો પડ્યો અને ગિલને જીવનદાન મળ્યું હતું. મયંક અગ્રવાલના આઉટ થયા પછી શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાએ ભારતની ઈનિંગ સંભાળી હતી. આ દરમિયાન ગિલે પોતાની ટેસ્ટ કારકિર્દીની ચોથી ફિફ્ટી ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે ઈન્જરી થયા પછી કમબેક કરી રહેલા ગિલને ૨ જીવનદાન પણ મળ્યા હતા, પરંતુ તેણે આ તકનો લાભ ઉઠાવી ઈન્ટરનેશનલ ટેસ્ટ ફોર્મેટમાં પોતાની ચોથી ફિફ્ટી ફટકારી હતી. આની સાથે ગિલ અને પુજારા વચ્ચે ૬૧ રનની પાર્ટનરશિપ પણ થઈ હતી.