ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
30 ઓક્ટોબર 2020
પોતાના જમાનામાં જબરદસ્ત બોક્સિંગ વડે કરોડો લોકોનાં દિલ જીતનાર બોક્સર માઈક ટાયસન ફરી એકવાર રિંગમાં ફાઈટ કરતો જોવા મળશે. આ વખતે તેનો મુકાબલો રોય જોન્સ સાથે હશે. કેલિફોર્નિયાના એથ્લેટિક આયોગે આગામી મહિને થનાર આ મેચ.)ની મંજૂરી પણ આપી દીધી છે. આ એક પ્રદર્શની મેચ હશે. જો કે, બંને પૂર્વ ચેમ્પિયન કહી રહ્યા છે કે, ‘તેઓ તેને ફક્ત એક પ્રદર્શન મેચ તરીકે ધ્યાનમાં નથી લેતા અને તેને ગંભીરતાથી લઈ રહ્યા છે.’
આ અંગે બોક્સર માઈક ટાયસને કહ્યું હતું કે, ‘શું આ ખરેખરનો મેચ નથી ? આ માઈક ટાયસન વિરૂદ્ધ રોય જોન્સનો મેચ છે. હું મેચ માટે આવી રહ્યો છું અને તે પણ મેચ માટે આવી રહ્યાં છે અને બસ તમારે માત્ર આટલું જ જાણવાની જરૂર છે.’ દરમિયાન જોન્સે કહ્યું હતું કે, ટાયસન સામે રિંગની અંદર મેચ માત્ર પ્રદર્શની સુધી સીમિત રહે તે શક્ય નથી. જો કે, કૈલિફોર્નિયા કમિશનના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, આ બંને બોક્સરો એક બીજાને ઈજા પહોંચાડવાની કોશિશ કરવી ન જોઈએ. જોન્સે કહ્યું કે, ‘શું કોઈ મહાન માઈક ટાયસનની સામે રિંગમાં ઉતરીને વિચારી શકે છે કે આ માત્ર એક પ્રદર્શની મેચ હશે.’
આપને જણાવી દઈએ કે, 54 વર્ષના ટાયસન અને 51 વર્ષના જોન્સની વચ્ચે આ મેચ લોસ એન્જેલિસ સ્ટૈપલ્સ સેંટરમાં 28 નવેમ્બરે થશે. આ આઠ રાઉન્ડનો મેચ હશે. પ્રત્યેક રાઉન્ડ બે મિનિટનો રહેશે. ટાયસને છેલ્લે ઓફિશીયલ મેચ જૂન 2005માં રમ્યો હતો અને પૂર્વ હેવીવેઈટ ચેમ્પીયને 1996 બાદ કોઈ ટાઈટલ જીત્યું નથી. તો જોન્સે પોતાનો છેલ્લો મેચ ફેબ્રુઆરી 2018માં લડ્યો હતો.
