News Continuous Bureau | Mumbai
દેશ આઝાદીનો(Independence of the country) અમૃતમહોત્સવ(Amrit mahotsava) ઊજવી રહ્યો છે. દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga Abhiyan) હાથ ધરવામાં આવ્યું છે. આખો દેશ ત્રિરંગાના કલરમાં રંગાઈ ગયો છે. એક તરફ દેશના સ્વતંત્રતા દિનની(Independence Day) જોશભેર ઉજવણી ચાલી રહી છે ત્યારે બીજી તરફ ટીમ ઇન્ડિયાના(Team India) સ્ટાર ક્રિકેટરની પત્ની(Star cricketer's wife) એક અજબ માગણી કરી છે.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર(Fast bowler) મોહમ્મદ શમીની(Mohammed Shami) પત્ની હસીન જહાઁએ(Hasin Jahan) દેશનું નામ(Country Name) બદલવાની માગણી કરી છે. હસીને સીધી વડા પ્રધાન મોદી (Prime Minister Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) સમક્ષ આ માંગણી કરી છે. આ સંદર્ભમાં તેણે સોશિયલ મીડિયા(Social media) પર એક વીડિયો પણ શેર કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : જે કોઈ વ્યક્તિ તિરંગા સાથે પોતાનો ફોટો અપલોડ કરી રહી છે તેને ભારત સરકાર આપે છે સર્ટીફીકેટ- કઈ રીતે મેળવશો સર્ટીફીકેટ- સ્ટેપ બાય સ્ટેપ જાણો અહીં
સ્વતંત્રતા દિનની પૂર્વસંધ્યાએ શેર કરેલા વિડિયો સાથે તેણે લખેલી પોસ્ટમાં તેણે દેશનું નામ બદલવાની માગણી કરી છે. આપણો દેશ, આપણું સન્માન. આ લવ ભારત, આપણા દેશનું નામ ફક્ત હિંદુસ્તાન અથવા ભારત હોવું જોઈએ એવું હસીને લખ્યું છે. વડાપ્રધાન અને ગૃહમંત્રીને તેણે ઈન્ડિયાનું નામ બદલીને સંપૂર્ણ વિશ્વમાં આપણે ફક્ત ભારત અથવા હિંદુસ્તાન ના નામે ઓળખાવા જોઈએ એવું પણ તેણે કહ્યું છે.