News Continuous Bureau | Mumbai
National School Games : કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુંસિંહ ચૌહાણ અને નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય તીરંદાજી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો.

સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા 67મી રાષ્ટ્રીય શાળાકીય આર્ચરી અંડર 19 (ભાઈઓ અને બહેનો)-2023-24 ઉદ્ઘાટન સમારંભ, કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી શ્રી દેવુંસિંહ ચૌહાણ અને નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ સ્પોર્ટસ સંકુલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજાયો.
આ સમાચાર પણ વાંચો : Rajya Sabha: રાજ્યસભામાં શુક્રવારની નમાઝ લઈને મોટો નિર્ણય, હવેથી નહીં મળે 30 મિનિટનો વિરામ.. નિયમમાં આવ્યો મોટો બદલાવ.. જાણો વિગતે..
જેમાં 29 રાજ્યોના કુલ 500 ખેલાડીઓ અને કોચ, મેનેજર સહિત કુલ 200 ઓફિસિયલ સ્ટાફ સભ્યો જોડાયા હતા. અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા-2023, તા. 18/12/2023 સુધી ચાલશે.

આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીશ્રી દેવુંસિંહ ચૌહાણે વ્યક્તિ ઘડતરમાં રમતનું મહત્વ સમજાવી તમામ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સિવાય નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ દ્વારા તમામ રમતવીરોને સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે શુભેચ્છા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ખેલાડીઓ દ્વારા માર્ચ પાસ્ટ અને SGFI ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.