News Continuous Bureau | Mumbai
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત ( India ) માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરે ( manu Bhaker ) મહિલાઓની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. અગાઉ, ભારતીય પુરૂષ ખેલાડીઓ આ ઇવેન્ટમાં ક્વોલિફાયરથી આગળ વધવામાં નિષ્ફળ રહ્યા હતા.
મનુએ શાનદાર પ્રદર્શન કર્યું અને લક્ષ્યને સચોટ રીતે ફટકારીને મેડલ જીત્યો. ટોપ 8માં સ્થાન મેળવનાર શૂટરને અંતિમ રાઉન્ડમાં સ્થાન મળે છે. મનુએ કુલ 580 માર્ક્સ સાથે ત્રીજું સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો.
Paris Olympics 2024: ફાઇનલ આવતીકાલે 3.30 વાગ્યે થશે.
મનુ ભાકરે પ્રથમ સીરીઝમાં 97, બીજીમાં 97, ત્રીજીમાં 98, ચોથીમાં 96, પાંચમીમાં 96 અને છઠ્ઠી સીરીઝમાં 96 પોઇન્ટ્સ મેળવ્યા. મનુ ભાકરની ફાઇનલ કાલે (28 જુલાઈ) બપોરે ભારતીય સમય અનુસાર 3.30 વાગ્યે થશે.
દેશને સ્ટાર ભારતીય શૂટર મનુ ભાકર પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા છે. શનિવારે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં જગ્યા બનાવ્યા બાદ તેને એક દિવસનો આરામ મળશે. મનુ રવિવારે બપોરે 3.30 કલાકે મેડલ મેળવવા માટે ફાઇનલમાં પ્રવેશ કરશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local Stunt : મુંબઈની લોકલમાં સ્ટંટ કરવો પડ્યો ભારે; યુવકે ગુમાવ્યો એક પગ અને એક હાથ, મધ્ય રેલવેએ કરી આ અપીલ. જુઓ વિડીયો
Paris Olympics 2024: ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર
મનુ ભાકર છેલ્લા 20 વર્ષમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર છે. છેલ્લી વખત સુમા શિરુર એથેન્સ 2004માં 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. રિધમ સાંગવાન મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં 15મા સ્થાને રહી હતી. આ સાથે તે મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. સાંગવાને 573-14x સ્કોર કર્યો.