News Continuous Bureau | Mumbai
Vinesh Phogat: ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટે ઇતિહાસ રચ્યો છે. તે ઓલિમ્પિકમાં ( Paris Olympics 2024 ) કુસ્તી રમતમાં ફાઇનલ્સમાં પહોંચનાર પહેલી મહિલા ખેલાડી બની ગઈ છે. સેમી ફાઈનલ જીત્યા પછી તેણે પોતાની મા સાથે વાત કરી હતી. આ સંદર્ભે નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Vinesh Phogat: બજરંગ પુનિયાએ શું કહ્યું?
બજરંગ પુનિયાએ ( Bajrang Punia ) કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) હવે વિનેશ ફોગાટ સાથે કઈ રીતે વાત કરશે? જ્યારે વિનેશ જંતર મંતર પર આંદોલન કરી રહી હતી તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકે શબ્દ કહ્યો નહતો. હવે જ્યારે વિનેશ ફાઇનલ્સમાં ( wrestling ) પહોંચી ગઈ છે ત્યારે તેણે પોતાની જાતને સાબિત કરી દીધી છે. આ પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિનેશ સાથે કયા મોઢે વાત કરશે? આ ઉપરાંત અનેક લોકો સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં પોસ્ટ નાખી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Bridge Collapse : કર્ણાટકમાં આ નદી પર બનેલો પુલ ધરાશાયી, ગોવાને જોડતો માર્ગ સંપૂર્ણપણે બંધ; જુઓ વિડીયો.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓલિમ્પિક માં વિજેતાઓ સાથે સીધી વાત કરીને તેમને શુભકામના પાઠવે છે. આવા સમયે વિનેશ જ્યારે ગોલ્ડ મેડલ લઈને આવશે અથવા સિલ્વર મેડલ પર સંતોષ પામશે ત્યારે વડાપ્રધાન તેની સાથે શું વાત કરશે? તેમજ આ સમયે પહેલવાન વિનેશનું શું રિએક્શન હશે તે જોવું દિલચસ્પ રહેશે