News Continuous Bureau | Mumbai
T20 વર્લ્ડ કપ(T20world cup) 2022નો રોમાંચ હાલ ચરમસીમાએ છે અને સુપર-12ની ગણતરીની મેચ બાકી છે. પરંતુ અત્યારે પણ બંને ગ્રુપમાં સેમીફાઈનલમાં (Semi Finals) પહોંચવા માટે દરેક ટીમ દાવ રમી રહી છે. કોઈનું પણ નામ સત્તાવાર કન્ફર્મ થયું નથી. ભારત(India) સામે હાર્યા બાદ પાકિસ્તાન(Pakistan) ઝિમ્બાબ્વે(Zimbabwe) સામે હારી ગયું હતું.
I'll marry a Zimbabwean guy, if their team miraculously beats India in next match
— Sehar Shinwari (@SeharShinwari) November 3, 2022
હવે જ્યારે ઝિમ્બાબ્વે(Zimbabwe)એ સાઉથ આફ્રિકાને (South Africa) હરાવ્યું તો તેની આશા લાગી ગઈ. જો કે તેને ક્વોલિફાઈ કરવા માટે જરૂરી ફેક્ટ એ છે કે ઝિમ્બાબ્વે(Zimbabwe)એ ભારત સામે જીતવું પડશે. દરમિયાન પાકિસ્તાની(Pakistan) અભિનેત્રી સેહર શિનવારી(Sehar Shinwari)એ એક વિચિત્ર ઓફર આપી છે.
આ સમાચાર પણ વાંચો: બોલીવુડની સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ બની Oops Momentનો શિકાર- વારંવાર ડ્રેસને બરાબર કરતી જોવા મળી
સેહર શિનવારીએ માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર(Twitter) પર ટ્વિટ કરીને ઝિમ્બાબ્વેને ઓફર આપી છે. તેણે લખ્યું કે, જો રવિવારે ભારતને ઝિમ્બાબ્વે હરાવશે તો ઝિમ્બાબ્વેના ‘એક’ ખેલાડીને પોતે પરણવાનો પ્રસ્તાવ(Marriage proposal) મૂકશે. ત્યારબાદથી તેના ટ્વીટે ઈન્ટરનેટ(internet) પર આગ લગાવી દીધી. હજારોની સંખ્યામાં લાઈક્સ મળ્યા છે તો સેંકડો લોકોએ રિટ્વીટ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમશે. આ મેચ સુપર-12ની અંતિમ હશે. આ મેચ 6 નવેમ્બરે મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
આ સમાચાર પણ વાંચો: ગજબ કેવાય હો- મુંબઈની એસી ટ્રેનમાં પણ લોકલ ડબ્બા જેટલી ભીડ-ટ્રેનના દરવાજા બંધ કરાવવા માટે રેલવે પોલીસ ફોર્સની જરૂર પડી રહી છે- જુઓ વિડીયો