રાજસ્થાનના પૂર્વ લેગ સ્પિનર અને રણજી ટ્રોફી જીતનારી ટીમના સભ્ય રહેલાં વિવેક યાદવ નું કોરોનાને કારણે નિધન થયું છે.
36 વર્ષની નાની ઉંમરમાં કાળમુખો કોરોના આ ખેલાડીના મોતનું કારણ બની ગયો. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક બાળકી છે.
વિવેક યાદવે બુધવારે શહેરની હોસ્પિટલમાં અંતિમ શ્વાંસ લીધાં હતાં. ઉલ્લેખનીય છેકે, આની સાથો-સાથ યાદવનો કેન્સરનો પણ ઈલાજ ચાલતો હતો. તેઓ કીમોથેરેપી માટે હોસ્પિટલમાં ગયા હતા, જ્યાં ટેસ્ટ દરમ્યાન ખ્યાલ આવ્યો કે તેઓ કોરોના પોઝિટિવ છે. ત્યાર બાદ વિવેકની હાલત વધારે ખરાબ થવા લાગી.