News Continuous Bureau | Mumbai
ભારતીય ક્રિકેટ ટીમ(Indian cricket team)માં રવીન્દ્ર જાડેજા(Ravindra Jadeda) નું સ્થાન બેજોડ અને અનોખું છે. તેણે રિવાબા સાથે લગ્ન કર્યા અને તેમને ઘરે એક દીકરી પણ છે. થોડા દિવસ અગાઉ રવિન્દ્ર જાડેજા અને રિવાબા(Rivaba)એ દીકરી નો 5મો જન્મદિવસ(birthday celebration) ઉજવ્યો. પરંતુ આ જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો. જન્મદિનના કાર્યક્રમમાં 101 છોકરીઓને બોલાવવામાં આવી, આ તમામ છોકરીઓના પોસ્ટ ઓફિસ(Post office)માં સુકન્યા એકાઉન્ટ (Sukanya Samridhi account) ખોલાવવામાં આવ્યા. તેમજ તમામ છોકરીઓના એકાઉન્ટમાં 11,000 રૂપિયા ડીપોઝીટ કરવામાં આવ્યા. આમ કુલ મળીને 11,11,111 રૂપિયાનું ડોનેશન(donation) કરવામાં આવ્યું. હવે યોગ્ય સમયે જ્યારે છોકરીઓને આ પૈસા મળશે ત્યારે તેની વેલ્યુ (value) લાખો રૂપિયાની હશે.
— Ravindrasinh jadeja (@imjadeja) June 8, 2022
આ સમાચાર પણ વાંચો : ક્રીકેટ પ્રેમીઓ માટે દુખદ સમાચાર- ભારતનું વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનું સપનું અધુરુ રહી ગયું- જાણો શું ચુકી ગયા