309
Join Our WhatsApp Community
ઓલિમ્પિક્સમાં1948 અને 1952માં ગોલ્ડ મેડલ જીતનાર હોકીના દિગ્ગજ ખેલાડી કેશવ દત્તનું 95 વર્ષની વયે નિધન થયું છે.
ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ સેન્ટર હાફ-બેક કેશવ દત્તે કોલકાતાના સંતોષપુર ખાતેના તેમના ઘરે ગઈકાલે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.
તેમના નિધન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શોક વ્યક્ત કર્યો છે.
કેશવ દત્તે 1951-1953 અને પછી 1957-1958માં મોહન બાગાનની હોકી ટીમનું નેતૃત્વ કર્યું. તેમની
આગેવાનીમાં મોહન બાગાનની ટીમે 10 વર્ષમાં હોકી લીગનો ખિતાબ 6 વખત અને બેટન કપ ત્રણ વખત જીત્યા હતા.
ઉલ્લેખનીય છે કે તેમને વર્ષ 2019માં મોહન બાગાન રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
You Might Be Interested In