ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
31 ઓગસ્ટ 2020
કોરોના મહામારીના સંકટ વચ્ચે ગઈકાલે (રવિવારે) ઓનલાઈન યોજાયેલી ચેસ ઓલિમ્પિયાડમાં ભારે નાટકીય અને વિવાદાસ્પદ ઘટના ક્રમ બાદ ભારત અને રશિયાને સંયુક્તપણે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે ભારતે ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત સુવર્ણ ચંદ્રક જીતવાની સિદ્ધિ હાંસલ કરી લીધી છે. રશિયા સામે રમવામાં આવી રહેલો ફાઈનલ મુકાબલો ઈન્ટરનેટ કનેક્શન તુટ્યા બાદ પૂર્ણ થઈ શક્યો નહી. જેના કારણે ભારત અને રૂસને સંયુક્તપણે વિજેતા પસંદ કરવામાં આવ્યું હતું.
ભારતીય ટીમમાં કેપ્ટન વિદિત ગુજરાતી, પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથ આનંદ, કોનેરુ હંપી, ડી હરિકા, આર પ્રાગ્ગનાનંદ, પી હરિકૃષ્ણા, નિહાલ સરીન અને દિવ્યા દેશમુખ દ્વારા ફાઈનલ મુકાબલામાં રશિયા સામે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ફાઈનલના પ્રથમ રાઉન્ડમાં તમામ છ બાજી ડ્રો થતાં બંને ટીમો 3-3થી બરોબરી પર રહી હતી. બીજા રાઉન્ડમાં ભારતીય ટીમના બે ખેલાડીઓ નિહાલ સરીન અને દિવ્યા દેશમુખ તેમની મેચ રમી રહ્યા હતા, ત્યારે ઈન્ટરનેટ કનેક્શન તૂટી ગયું હતુ અને રશિયાને વિજેતા જાહેર કરવામાં આવ્યું. જેની સામે ભારતે સત્તાવાર વિરોધ નોંધાવ્યો. જેના પછી તેની સમીક્ષા કરવામાં આવી અને ભારતને પણ સંયુક્તપણે વિજેતા જાહેર કરવામાં આવ્યું.
ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે FIDE એટલે કે આંતરરાષ્ટ્રીય શતરંજ મહાસંઘે કોરોનાને લીધે, આંતરરાષ્ટ્રીય ચેઝ ફેડરેશન (એફઆઈડીઇ) એ ઓનલાઇન ફોર્મેટમાં ઓલંપિયાડનું આયોજન કરાવ્યું છે. વર્લ્ડ એસોસિએશન દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે કે, "ફિડના રાષ્ટ્રપતિ અરકડી ડોવરોકોવિચે ભારત અને રશિયા બંને ટીમોને ફિડે ઓનલાઇન ચેસ ઓલિમ્પિયાડ ગોલ્ડ મેડલ આપવાનો નિર્ણય કર્યો છે."
નોંધનીય છે કે, ચેસ ઓલિમ્પિયાડમાં આ અગાઉ ભારતનો શ્રેષ્ઠ દેખાવ 2014માં નોંધાયો હતો, ત્યારે ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com