ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 05 માર્ચ, 2022,
શનિવાર,
ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર શેન વોર્ને શુક્રવારે આ દુનિયાને અલવિદા કહી દીધું. તેમણે 52 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. શેન વોર્નનું થાઈલેન્ડમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમના અવસાનના સમાચારે સૌને ચોંકાવી દીધા છે.

19 વર્ષ સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટ પર રાજ કરનાર શેન વોર્ન પોતાની રમતની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ખૂબ ચર્ચામાં હતો. ખાસ કરીને સ્ત્રીઓ પ્રત્યેની તેમની રુચિની વાર્તાઓ મીડિયામાં ચર્ચનો વિષય બની રહેતી હતી.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, બ્રિટિશ-ઓસ્ટ્રેલિયન પત્રકાર પોલ બેરી એ આ મહાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટરના મૂડ અને શાનદાર જીવન પર એક પુસ્તક લખ્યું હતું. જેમાં તેમણે દાવો કર્યો છે કે, વોર્નના 1000 મહિલાઓ સાથે સંબંધો હતા. પરંતુ તેમના જીવનમાં તેઓ માત્ર 5 વખત જ પકડાયા.

આ અંગે શેન વોર્ને ‘ટેલિગ્રાફ’ને કહ્યું, ‘આ ચોંકાવનારો રેકોર્ડ વ્યાપક નથી. પોલના પુસ્તક વિશે હું એટલું જ કહીશ કે તેમાં ઘણી બધી ભૂલો છે, જેમાં 1000 મહિલાઓની વળી વાતનો સમાવેશ થાય છે.

શેન વોર્ન પર વર્ષ 2000માં બ્રિટિશ નર્સ ડોના રાઈટે અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી વોર્નને ઓસ્ટ્રેલિયન ટીમની વાઇસ કેપ્ટન્સી છોડવી પડી હતી. ડોનાનો આરોપ હતો કે વોર્ન તેના પર સંબંધ બાંધવા માટે દબાણ કરે છે. વોર્ને ફોન પર ગંદી વાત કરી અને અશ્લીલ મેસેજ પણ કર્યા.

શેન વોર્નનું નામ ઘણા મોટા મોડલ સાથે જોડાયેલું છે. વોર્નના સંબંધ બ્રિટિશ અભિનેત્રી લિઝ હાર્લી સાથે પણ હતા. તે જ સમયે દક્ષિણ આફ્રિકામાં એક મહિલાએ વોર્ન પર તેની સાથે છેડતી કરવાનો આરોપ લગાવ્યો હતો. રિપોર્ટ અનુસાર શેન વોર્નની એક સમયે ત્રણ ગર્લફ્રેન્ડ હતી.

લેવિશ લાઈફના શોખીન શેન વોર્નના બ્રિટિશ એક્ટ્રેસ લિઝ હર્લી અને પ્લેબોય મોડલ એમિલી સ્કોટ સહિત અનેક મહિલાઓ સાથે અફેર હતા. કેટલીક વાર પોર્ન સ્ટાર્સ સાથે તેના કનેક્શનના અહેવાલો પણ આવતા હતા.

આપને જણાવી દઈએ કે શેન વોર્નનો જન્મ 13 સપ્ટેમ્બર 1969ના રોજ ઓસ્ટ્રેલીયામાં થયો હતો. શેન વોર્નની ગણતરી દિગ્ગજ બોલર અને દિગ્ગજ ક્રિકેટરોમાં થાય છે. શેન વોર્નની સ્પિન બોલીંગમાં સારી પકડ હતી. તેઓ બેથી ત્રણ પ્રકારની ગુગલી બોલીંગ કરી શકતા હતા. શેન વોર્ને ભુલાઈ ગયેલી લેગ સ્પિનની કળા પરત લાવી હતી.

વર્ષ 2006માં શેન વોર્ન ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યા હતા. વર્ષ 1993ની એશીસ સીરીઝમાં ઈંગ્લેન્ડ સામે વોર્ને 6 ટેસ્ટ મેચમાં 34 વિકેટ ઝડપી હતી.
