News Continuous Bureau | Mumbai
ભારત સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા શ્રીલંકાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પોતાની જ ટીમે બીજી ટેસ્ટ પહેલા ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરાને આરામ આપી દેવાનો નિર્ણય લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને વર્કલોડના કારણે ભારત સામે આરામ આપી દેવાયો છે.
દુષ્મંથા ચમીરાનો કાર્યભાર ૨૦૨૨ ટી૨૦ વર્લ્ડ કપ અને ૨૦૨૩ વર્લ્ડ કપને ધ્યાને લઇને નક્કી કરવામાં આવ્યો છે. શ્રીલંકા આ ફાસ્ટ બોલરને કોઈ પણ કિંમતે આઈસીસીની બંને ટૂર્નામેન્ટમાં રમાડવા માંગે છે, તેથી તેને ટેસ્ટ ફોર્મેટમાંથી બહાર રાખવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : મૃત્યુ પહેલા શું કરી રહ્યા હતા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્ન? CCTV ફૂટેજમાં થયો આ મોટો ઘટસ્ફોટ; જાણો વિગતે
દુષ્મંથા ચમીરાએ અત્યાર સુધી ૧૨ ટેસ્ટ મેચમાં ૩૨ વિકેટ ઝડપી છે. તેની ક્ષમતા મુજબ આ પ્રદર્શન કોઈ ખાસ નથી પરંતુ તેનામાં જબરદસ્ત પ્રતિભા છે. કદાચ એટલે જ આઈપીએલ ૨૦૨૨ની હરાજીમાં આ ફાસ્ટ બોલરને લખનૌ સુપરજાયન્ટ્સે ખરીદ્યો છે, દુષ્મંથા ચમીરાને ટેસ્ટ ટીમમાંથી દુર કરવાનો મતલબ એ છે કે શ્રીલંકા ફરી એકવાર બેંગલુરુમાં મોહાલી ટેસ્ટના પેસ બોલરો સાથે મેદાન પર ઉતરશે. મોહાલીમાં શ્રીલંકાએ સુરંગા લકમલ, વિશ્વા ફર્નાન્ડો અને લાહિરુ કુમારા સહિત ત્રણ ઝડપી બોલર હતા.