ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર, 2021
શુક્રવાર
UAEમાં રમાયેલા T20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ટીમનું પ્રદર્શન ભલે બહુ સારું રહ્યું ન હતું. તેમ છતાં દર્શકોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. ICC દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ T20 વર્લ્ડ કપ ટીવી પર દુનિયાભરના 16.70 મિલિયનથી વધુ લોકોએ જોયો હતો. 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ આ સમયગાળા દરમિયાન ટીવી દર્શકોમાં સૌથી આગળ હતી. ભારતમાં સ્ટાર ઈન્ડિયા નેટવર્ક પર ભારત-પાકિસ્તાન મેચ 15.9 અબજ મિનિટથી વધુ જોવાઈ હતી.
છેલ્લો T20 વર્લ્ડ કપ પાંચ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2016માં રમાયો હતો, જે વેસ્ટ ઈન્ડિઝે જીત્યો હતો. આ વખતે ઓસ્ટ્રેલિયાની ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ICC દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાંચ વર્ષ બાદ આયોજિત આ ટૂર્નામેન્ટનું 200 દેશોમાં ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર લગભગ 10,000 કલાક સુધી પ્રસારણ કરવામાં આવ્યું હતું.
ભાજપના આ નેતાએ મોદી સરકારને તમામ મોર્ચે નિષ્ફળ ગણાવી, જાણો વિગત
ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં દર્શકોની સંખ્યામાં વધારો થયો છે. ભારતમાં સ્ટાર ઈન્ડિયા નેટવર્ક પર ભારત-પાકિસ્તાન મેચ 15.9 અબજ મિનિટથી વધુ જોવાઈ હતી. આ મેચ T20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં સૌથી વધુ જોવાયેલી મેચ બની ગઈ. અગાઉ, 2016 T20 વર્લ્ડ કપની ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની સેમિફાઈનલ મેચ સૌથી વધુ જોવામાં આવી હતી.
ભારતની ટીમ આ ટુર્નામેન્ટમાંથી વહેલી બહાર થઈ જવા છતાં, ભારતમાં આ ટૂર્નામેન્ટ ટીવી પર 112 અબજ મિનિટથી વધુ જોવાઈ હતી. ICC CEO જ્યોફ એલાર્ડિસે મીડિયાને કહ્યું હતું કે, “અમે ખુશ છીએ કે ટૂર્નામેન્ટને આટલા બધા દર્શકો મળ્યા છે. આ દર્શાવે છે કે T20 ક્રિકેટ કેટલું લોકપ્રિય છે.
યુકેમાં, ભારત-પાકિસ્તાન મેચના દર્શકોની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો હતો. જ્યારે એકંદર બજારમાં દર્શકોની સંખ્યા સાત ટકા વધી હતી. ટૂર્નામેન્ટનું પ્રથમ વખત પાકિસ્તાનમાં ત્રણ ચેનલો પીટીવી, એઆરવાય અને ટેન સ્પોર્ટ્સ પર પ્રસારણ કરવામાં આવ્યું હતું અને 2016ની સરખામણીમાં દર્શકોની સંખ્યામાં 3 ટકાનો વધારો થયો છે.