ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
ભારતની મહિલા ખેલાડીએ ટોકિયો ઑલિમ્પિક્સ દરમિયાન શિષ્ટાચારનું ઉલ્લંઘન કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. ભારતની ટેબલ ટેનિસ પ્લેયર મનિકા બત્રા પર હવે ઍક્શન લેવાઈ શકે છે. મનિકા ઑલિમ્પિક્સમાં રમતી હતી ત્યારે તેણે રાષ્ટ્રીય કોચની મદદની જરૂર હતી, પરંતુ તેણે મદદ લીધી ન હતી. તે તેના ખાનગી ટ્રેનરને ટોકિયો લઈ ગઈ હતી, પરંતુ તેના ખાનગી કોચને આયોજકોએ પ્રવેશ આપ્યો ન હતો.
સૌમ્યાદીપ રોય ભારતના રાષ્ટ્રીય કોચ છે. 2016 માંતેઓએ કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમને અર્જુન ઍવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. મનિકાના પર્સનલ ટ્રેનર કૉ-ઑર્ડિનેટર સમન્વય પરાંજપે છે. મનિકા તેના ખાનગી કોચ પરાંજપેને સાથે લઈને ઑલિમ્પિકમાં ગઈ હતી, પરંતુ આયોજકોએ પરાંજપેને મણિકા સાથે પ્રૅક્ટિસ કરવાની તક આપી ન હતી. તેમનો સ્થળ પરનો પ્રવેશ પણ નકાર્યો હતો. જ્યારે ટુર્નામેન્ટ શરૂ થઈ ત્યારે મણિકાએ રાષ્ટ્રીય કોચ રોયની મદદ જોઈતી હતી, પરંતુ તેણે એમ કર્યું નહીં.
CAA લાગુ કરવા સરકારને હજી વધુ સમય લાગશે; ગૃહ મંત્રાલયે સંસદમાં માગી આ નવી મુદત, જાણો વિગત
ટેબલ ટેનિસ ફેડરેશન ઑફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી અરુણકુમાર બેનર્જીએ આ મામલે એક મીડિયા હાઉસને કહ્યું કે “મનિકાએ શિષ્ટાચાર પાળ્યો નથી. તેના બેદરકારીભર્યા વર્તન માટે કાર્યવાહી કરવામાં આવશે. સ્પર્ધા શરૂ થઈ ત્યારે તેણે રાષ્ટ્રીય કોચની બાજુમાં બેસી અને તેમનું માર્ગદર્શન મેળવવું જોઈતું હતું, પરંતુ તેણેએમ કર્યું ન હતું. મનિકા વિરુદ્ધ શું પગલાં ભરવાંએ નિર્ણય લેવા ટેબલ ટેનિસ ફેડરેશનની એક બેઠક યોજાશે.”