ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર 2021
શનિવાર.
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રમતજગતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરાર 62 ખેલાડીઓનું સન્માન કરીને તેમને ખેલ રત્ન પુરસ્કારથી નવાજિત કર્યાં છે. જેમાં ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડા, સિલ્વર મેડાલિસ્ટ પહેલવાન રવી દહીયા મહિલા ક્રિકેટર મિતાલી રાજ અને હોકી કેપ્ટન મનપ્રીત સિંહ સહિત 12 ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યાં છે. આ વર્ષે 12 ખેલ રત્ન ઉપરાંત 35 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેનું મુખ્ય કારણ ઓલિમ્પિકમાં સાત મેડલ અને પેરાલિમ્પિક્સમાં 19 મેડલ જીતી અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.
મેજર ધ્યાન ચંદ ખેલ રત્ન એવોર્ડ મેળવનાર ખેલાડીઓ
- નીરજ ચોપરા (એથ્લેટિક્સ)
- રવિ કુમાર (કુસ્તી)
- લવલીના બોર્ગોહેન (બોક્સિંગ)
- પીઆર શ્રીજેશ (હોકી)
- અવની લેખરા (પેરા શૂટિંગ)
- સુમિત અંતિલ (પેરા એથ્લેટિક્સ)
- પ્રમોદ ભગત (પેરા બેડમિન્ટન)
- કૃષ્ણા નગર (પેરા બેડમિન્ટન)
- મનીષ નરવાલ (પેરા શૂટિંગ)
- મિતાલી રાજ (ક્રિકેટ)
- સુનીલ છેત્રી (ફૂટબોલ)
- મનપ્રીત સિંહ (હોકી).
અર્જુન એવોર્ડ મેળવનાર 35 ખેલાડીઓ
- અરાપિન્દર સિંહ (એથ્લેટિક્સ)
- સિમરનજીત કૌર (બોક્સિંગ)
- શિખર ધવન (ક્રિકેટ)
- સીએ ભવાની દેવી (ફેન્સિંગ)
- મોનિકા (હોકી)
- વંદના કટારિયા (હોકી)
- સંદીપ નરવાલ (કબડ્ડી)
- હિમાની ઉત્તમ પરબ (મલલખમ્બ)
- અભિષેક વર્મા (શૂટિંગ)
- અંકિતા રૈના (ટેનિસ)
- દિપક પુનિયા (કુસ્તી)
- દિલપ્રીત સિંહ (હોકી)
- હરમનપ્રીત સિંહ (હોકી)
- રૂપિન્દર પાલ સિંહ (હોકી)
- સુરેન્દ્ર કુમાર (હોકી)
- અમિત રોહિદાસ (હોકી)
- બિરેન્દ્ર લાકડા (હોકી)
- સુમિત (હોકી)
- નીલકાંત શર્મા (હોકી)
- હાર્દિક સિંહ (હોકી)
- વિવેક સાગર પ્રસાદ (હોકી)
- ગુરજંત સિંહ (હોકી)
- મનદીપ સિંહ (હોકી)
- શમશેર સિંહ (હોકી)
- લલિત કુમાર ઉપાધ્યાય (હોકી)
- વરુણ કુમાર (હોકી)
- સિમરનજીત સિંહ (હોકી)
- યોગેશ કાથ યુનિઆ (પેરા એથ્લેટિક્સ)
- નિષાદ કુમાર (પેરા એથ્લેટિક્સ)
- પ્રવીણ કુમાર (પેરા એથ્લેટિક્સ)
- સુહાશ યતિરાજ (પેરા બેડમિન્ટન)
- સિંહરાજ અધાના (પેરા શૂટિંગ)
- ભાવિના પટેલ (પેરા ટેબલ ટેનિસ)
- હરવિંદર સિંહ (પેરા આર્ચરી)
- શરદ કુમાર (પેરા એથ્લેટિક્સ).
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર દર વર્ષે 29 ઓગસ્ટે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસના અવસર પર આપવામાં આવે છે, પરંતુ આ વખતે 29 ઓગસ્ટની આસપાસ ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સનું આયોજન હોવાથી એવોર્ડ આપવામાં વિલંબ થયો.
આપને જણાવી દઈએ કે દેશમાં આવું પહેલી વખત બની રહ્યું છે કે એક સાથે આટલા બધા ખેલાડીઓને ખેલ રત્ન માટે પસંદ કરવામાં આવ્યા છે. ખેલ રત્ન પુરસ્કારમાં 25 લાખ રૂપિયાની ઈનામી રકમ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. જ્યારે અર્જુન પુરસ્કાર મેળવનારને 15 લાખની ઈનામી રકમ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. વર્ષ 2020 પહેલા ખેલ રત્ન પુરસ્કાર મેળવનારને 7.50 લાખ રૂપિયા જ્યારે અર્જુન પુરસ્કાર મેળવનારને 5 લાખ રૂપિયા આપવામાં આવતા હતા.