ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર વસીમ અકરમ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે, પરંતુ ક્વોરેન્ટાઇનમાં રહીને પણ અકરમની હાલત એવી થઈ ગઈ છે કે ચાહકો તેને જલદી ઓળખી શકતા નથી. તે હાલમાં ઑસ્ટ્રેલિયાના એડિલેડની એક હૉટેલમાં ક્વોરેન્ટાઇનમાં છે. ઑસ્ટ્રેલિયાએ કોવિડ -19ને રોકવા માટે ક્વોરેન્ટાઇનના નિયમોને ખૂબ કડક બનાવ્યા છે.
ભૂતપૂર્વ ઝડપી બોલર અકરમ છેલ્લા 12 દિવસથી આ હૉટેલમાં ક્વોરેન્ટાઇનમાં છે અને હવે તેના વાળ પણ ઊડી ગયા છે. આવી સ્થિતિમાં ચાહકો પણ તેને જોઈને આશ્ચર્યચકિત છે. અકરમે ક્વોરેન્ટાઇનના 12મા દિવસે ટ્વિટર પર પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેના માથામાં ટાલ જોવા મળે છે. અત્યારે કૉમેન્ટરીની ભૂમિકા ભજવનાર અકરમે ફોટો સાથે લખ્યું છે કે : 12 દિવસ ક્વોરેન્ટાઇનમાં રહ્યા બાદ અને અંતે મને મારું રેઝર મળ્યું. શું તમે હવે ખુશ છો? ક્વોરેન્ટાઇન જીવન.
જોકે ફોટામાં દેખાય છે કે તેણે માથા પર વિગ પહેરી છે. અકરમની આ હેરસ્ટાઇલ ક્રિકેટ ચાહકોમાં ખૂબ પ્રખ્યાત રહી છે. સોશિયલ મીડિયા પર અકરમની આ પોસ્ટ પર ફેન્સ ફની કૉમેન્ટ પણ કરી રહ્યા છે.