CSK ના ખેલાડીઓએ વાયરલ ટ્રેડિંગ પોસ્ટ સ્ટાઈલમાં ટ્રોફી સાથે કરી ઉજવણી, જાડેજાએ દિલ જીતી લીધું.. જુઓ વિડીયો..

Watch CSK players recreate viral Instagram reel after Jadeja brings IPL trophy

News Continuous Bureau | Mumbai

IPLની 16મી સિઝનનો અંત ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ફાઈનલ મેચમાં જીત સાથે થયો. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની હેઠળ ચેન્નાઈની ટીમે ડકવર્થ-લુઈસ નિયમો અનુસાર ફાઈનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) ને 5 વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈ ટીમના પ્રશંસકોની સાથે ખેલાડીઓએ પણ ખિતાબ જીત્યા બાદ જોરદાર ઉજવણી કરી હતી. આ દરમિયાન, CSK ટીમના ખેલાડીઓની ઉજવણી કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

 

આ વીડિયોમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાથે ઈન્સ્ટાગ્રામ પર વાયરલ ટ્રેડિંગ વીડિયોને ફોલો કરે છે. આ વીડિયોમાં રવિન્દ્ર જાડેજા હાથમાં ટ્રોફી પકડીને ટીમના ખેલાડીઓની વચ્ચે પહોંચે છે અને ટ્રોફી તેમની વચ્ચે રાખીને જમીન પર બેસી જાય છે. આ પછી, બધા ખેલાડીઓ ઉપરની તરફ જોઈને પોઝ આપતાં ફોટો લે છે. આ દરમિયાન જાડેજાએ પોતાની સ્ટાઈલથી બધાના દિલ જીતી લીધા હતા.

તમને જણાવી દઈએ કે ચેન્નાઈની ટીમને ટાઈટલ જીતવા માટે છેલ્લી ઓવર જીતવા માટે 13 રનની જરૂર હતી. આ પછી ટીમ ઓવરના પ્રથમ 4 બોલમાં માત્ર 3 રન જ બનાવી શકી હતી. જાડેજાએ છેલ્લા 2 બોલમાં એક સિક્સર અને 1 ફોર ફટકારીને ટીમે ફાઇનલ મેચ રોમાંચક રીતે જીતી લીધી હતી.

આ સમાચાર પણ વાંચો: પડધરી ગામ આજે સજ્જડ બંધ: સોશિયલ મીડિયામાં હિન્દુ દેવી દેવતા વિશે અભદ્ર ટીપણી કરતાં લોકો રોષે ભરાયા

ચેન્નાઈ સુપર કિંગ્સે ટાઈટલ જીતવાના મામલે મુંબઈની બરાબરી કરી લીધી છે

IPL ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ પણ 5 વખત આ ટ્રોફી જીતનારી ટીમ બની છે. મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમ આ કારનામું કરી શકી હતી.