ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
ભારતીય હૉકી ટીમે જર્મનીને હરાવીને ઇતિહાસ રચી દીધો છે. 41 વર્ષ બાદ ભારતીય હૉકી ટીમ મેડલ જીતી છે. ભારતે જર્મનીને 5-4થી હરાવીને ટોક્યો ઑલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. હૉકી ટીમની આ ઐતિહાસિક જીતનો ઉત્સવ સમગ્ર ભારત મનાવી રહ્યું છે. વડા પ્રધાન મોદીએ હૉકી ટીમને ફોન કરીને શુભેચ્છાઓ પાઠવી છે. વડા પ્રધાન મોદી સાથે હૉકી ટીમના કૅપ્ટન મનપ્રીત સિંહ અને કોચ ગ્રાહમ રીડના ફોન કોલનો વીડિયો સામે આવ્યો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ફોન પર કૅપ્ટન મનપ્રીત સિંહને વડા પ્રધાન મોદી કહી રહ્યા છે, ‘મનપ્રીત ખૂબ ખૂબ શુભેચ્છા. તમે અને ટીમે જે કર્યું છે, એનાથી દેશ નાચી રહ્યો છે. આખી ટીમે મહેનત કરી છે. મારા તરફથી ટીમને શુભકામનાઓ આપજો.’
મુંબઈનો આ પ્રખ્યાત બીચ થયો પ્રદૂષિત, બીચ પરની રેતી અચાનક પડી કાળી; જુઓ વીડિયો
તેમણે કહ્યું, ‘આજે દેશ તમારા બધા પર ગર્વ કરી રહ્યો છે.’ ત્યાર બાદ પ્રાઇમ મિનિસ્ટર મોદીએ ટીમના કોચ ગ્રાહમ રીડ સાથે પણ વાત કરી હતી.
વડા પ્રધાન મોદીએ ભારતીય હૉકી ટીમના કૅપ્ટન અને કોચ સાથે કરી ટેલિફોનિક વાત, કહ્યું : તમારા પર દેશને ગર્વ છે; જુઓ વીડિયો….#TokyoOlympics #TokyoOlympics2021 #Tokyo2021 #Hockey #hockeyindia #PMModi @narendramodi pic.twitter.com/hyLqfCUPhz
— news continuous (@NewsContinuous) August 6, 2021