News Continuous Bureau | Mumbai
પાકિસ્તાન ક્રિકેટ લીગ PSLની આઠમી સિઝન રમાઈ રહી છે. આ સિઝનમાં લાંબા ઈજાના વિરામ બાદ વાપસી કરી રહેલો ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી ધૂમ મચાવી રહ્યો છે. PSLમાં રવિવારે લાહોર કલંદર અને પેશાવર ઝાલ્મી વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં શાહીને એવા બે ધમાકેદાર બોલ નાખ્યા જેણે ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું. શાહીને પેશાવરના બેટ્સમેન મોહમ્મદ હારિસને એવો બોલ નાખ્યો કે તેના બેટના બે ટુકડા જ થઈ ગયા. પોતે હારીસ પણ આ દૃશ્ય જોઈને સ્તબ્ધ રહી ગયો હતો. જ્યારે બીજા જ બોલ પર તે કંઇ સમજે એ પહેલા શાહીન શાહ આફ્રિદીએ તેને ક્લિન બોલ્ડ કરી દીધો હતો.
First ball: Bat broken ⚡
Second ball: Stumps rattled 🎯PACE IS PACE, YAAR 🔥🔥#HBLPSL8 | #SabSitarayHumaray | #LQvPZ pic.twitter.com/VetxGXVZqY
— PakistanSuperLeague (@thePSLt20) February 26, 2023
આ મેચમાં લાહોર કલંદરની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા લાહોર કલંદરની ટીમે ત્રણ વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં હવે તમામ જવાબદારી લાહોર કલંદર્સના કેપ્ટન શાહીન આફ્રિદી પર હતી. શાહીન આફ્રિદીએ પ્રશંસકોને નિરાશ કર્યા ન હતા અને શાહિને બાજી મારતા ઓવરની પ્રથમ બોલમાં જ હારિસના બેટના બે ટુકડા કરી નાખ્યા હતા. આ જ ઓવરના આગલા બોલ પર તેણે મોહમ્મદ હરિસને આઉટ કરીને પેવેલિયન ભેગો કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : પાંચ મહિના બાદ કરી વાપસી, ટીમને બનાવી વર્લ્ડ ચેમ્પિયન, ધોની- પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો