News Continuous Bureau | Mumbai
આંતરરાષ્ટ્રીય સ્તરે(Internationally) ભારતનું વધુ એક રત્ન ઝળક્યું છે.
મેક્સિકોના(Mexico) લિયોનમાં(Lyon) ચાલી રહેલી IWF વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં(World Youth Championship) ગુરૂનાયડુ સનાપતિ(Gurunaidu Sanapati) ગોલ્ડ મેડલ(Gold medal) જીતનાર પ્રથમ ભારતીય વેઇટલિફ્ટર(first Indian weightlifter) બન્યા છે.
વેઈટલિફ્ટરે રવિવારે મોડી રાત્રે 55 કિગ્રા વજન વર્ગમાં કુલ 230 કિગ્રા (104 કિગ્રા અને 126 કિગ્રા)ના પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે.
આ ઉપરાંત ભારતની સૌમ્યા એસ દળવીએ (Soumya S Dalvi ) સ્પર્ધાના બીજા દિવસે તેની ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ(Bronze medal) જીત્યો છે.
અગાઉ આકાંક્ષા કિશોર વ્યાવરે(Akanksha Kishore Vyavare) અને વિજય પ્રજાપતિએ(Vijay Prajapati) સ્પર્ધાના પ્રથમ દિવસે પોતપોતાની ઈવેન્ટ્સમાં સિલ્વર મેડલ(Silver Medal) જીત્યા હતા.
આમ ભારતે આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં 4 મેડલ જીત્યા છે.
આ સમાચાર પણ વાંચો : IPL મીડિયા રાઈટ્સ ઓક્શન-પહેલા દિવસે અધધ હજાર કરોડ રૂપિયાને પાર બોલી લાગી-આજે થઈ શકે છે વિજેતાની જાહેરાત