ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
સુપરટેક એમેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મોટો આદેશ આપ્યો છે.
કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે, સુપરટેકના ૪૦-૪૦ માળના ટ્વિન ટાવર્સને તોડવામાં આવશે.
કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, સુપરટેક પોતાના પૈસે આને ત્રણ મહિનાની અંદર તોડવાની સાથે ફ્લેટના માલિકોની રકમ 12 ટકા વ્યાજ સહિત પરત કરે.
સાથે જ ટાવર્સ તોડતી વખતે બીજી બિલ્ડિંગ્સને નુકસાન ન પહોંચવું જોઇએ. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ એમઆર શાહે આ મામલે સુનાવણી હાથ ધરી હતી.
સુપ્રીમ કોર્ટે આદેશ આપતાં કહ્યું હતું કે, આ ટાવર નોઇડા ઓથોરિટી અને સુપરટેકની મિલીભગતથી બનાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં ઇલાહાબાદ હાઇકોર્ટે આ ટાવર્સને તોડવાનો આદેશ કર્યો હતો. જેને હવે સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય માન્યું છે.