Site icon

આ રાજ્યમાં ઔરંગઝેબ લેન બોર્ડ પર લાગ્યું બાબા વિશ્વનાથ નામનું બોર્ડ, પછી થયું કંઈક આવું… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

હિંદુ મંદિરો(Hindu Temples) તોડીને તેના પર મસ્જિદ(Mosques) બાંધવામાં આવી હોવાનો હિંદુવાદીઓના દાવા વચ્ચે તાજેતરમાં દિલ્લીમાં(Delhi) કંઈક અલગ બનાવ બન્યો હતો. જેમાં પરિસ્થિતિ વણસે તે પહેલાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.

Join Our WhatsApp Community

બનાવ મુજબ દિલ્હીના લુટિયન ઝોન(Lutyens Zone) વિસ્તારમાં ઔરંગઝેબ લેન(Aurangzeb Lane) નામનું બોર્ડ છે. અમુક સંગઠન દ્વારા 19 મેના રોજ આ બોર્ડ પર બાબા વિશ્વનાથ માર્ગનું(Baba Vishwanath Marg) પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. આ અંગેની માહિતી મળતા પોલીસની ટુકડી(Police team) તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આ પછી બોર્ડ પરનું પોસ્ટર હટાવી દીધું હતું અને આ અંગે તુઘલક રોડ પોલીસ સ્ટેશનમાં(Tughlaq Road Police Station) કેસ નોંધવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  ગોઝારો શુક્રવાર.. મહારાષ્ટ્રના આ શહેરમાં ટ્રક અને ડીઝલ ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માત, ટ્રક ચાલક સહિત 9ના દર્દનાક મોત… 

નવી દિલ્હી જિલ્લાના પોલીસ કમિશનર(Police Commissioner) અમૃતા ગુગલોથના(Amrita Googlelot) કહેવા મુજબ તુઘલક રોડ પોલીસ સ્ટેશનની ટીમ આ વિસ્તારમાં પેટ્રોલિંગ(Patrolling) કરી રહી હતી, ત્યારે તેમણે જોયું કે ઔરંગઝેબ લેનના સાઈન બોર્ડ પર બાબા વિશ્વનાથ માર્ગનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. આ પછી, પોલીસની પેટ્રોલિંગ ટુકડી દ્વારા તેને તાત્કાલિક દૂર કરવામાં આવ્યું હતું.

પોલીસ અધિકારીના કહેવા મુજબ તુઘલક રોડ પોલીસ સ્ટેશન ખાતે ડીપીડીપી એક્ટની(DPDP Act) કલમ 3 હેઠળ આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે. જો કે આ કેસમાં હજુ સુધી કોઈનું નામ સામે આવ્યું નથી. તપાસમાં જે પણ દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ પોસ્ટર કોણે લગાવ્યું છે તે જાણી શકાયું નથી.

આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ એક્શન મોડમાં, ગાંધીનગરમાં આ IAS અધિકારીને ત્યાં પાડ્યા દરોડા, ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ.. 

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version