211
Join Our WhatsApp Community
આણંદ જિલ્લામાં આજે સવારે એક અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
આ અકસ્માત ટ્રક અને ઇકો કાર વચ્ચે થયો હતો. મૃતક તમામ લોકો ઇકો કારમાં બેઠેલા હતા જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે.
માનવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર બધા લોકો સુરતથી ભાવનગર જઈ રહ્યા હતા. ત્યારે તારાપુરના ઈન્દ્રનજ ગામ પાસે માર્ગ અકસ્માત નડ્યો હતો.
મૃતકોની ઓળખ મેળવવા અને પરિવાર સુરતથી ભાવનગર શા માટે જઈ રહ્યો હતો તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
You Might Be Interested In