News Continuous Bureau | Mumbai
Farmers: ગુજરાતના ખેડૂતોને ગુણવતા સભર સર્ટિફાઇડ બિયારણ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર ( Gujarat Government ) દ્વારા ‘સીડ રીપ્લેસમેન્ટ રેટ’માં ( Seed Replacement Rate ) વધારો કરવા ૧૦૦ ટકા રાજ્ય પુરસ્કૃત નવી યોજના ચાલુ વર્ષે અમલીકરણ હેઠળ મુકવામાં આવી છે. જે અંતર્ગત ડાંગર પાકના ( Paddy crop ) સર્ટિફાઇડ બિયારણો એટસોર્સ ૫૦ ટકા સહાયથી વિતરણ કરાશે. તેનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતોએ ગુજરાત ( Gujarat ) રાજ્ય બીજ નિગમના જે તે તાલુકાના ઓથોરાઇઝ ડીલર પાસે ૮-અ અને આધારકાર્ડની નકલ સાથે લઇ જવી. અને વધુ માહિતી માટે ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી(ખેતી) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિ. પંચાયતની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો: Surat: ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી, સુરત શહેર અને જિલ્લામાં જનજાગૃતિ રેલી, વર્કશોપ, અવેરનેસ કેમ્પેઈન જેવા વિવિધ જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.