News Continuous Bureau | Mumbai
Vadodara: છેલ્લા એક-બે દિવસથી ગુજરાતમાં ( Gujarat ) મેઘરાજાએ ( rainfall ) તાંડવ મચાવ્યો છે. મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, દ્વારકા, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં શનિવાર મોડી રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. વડોદરામાં પણ મુશળધાર વરસાદ વરસતા કેટલાક વિસ્તારમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. વડોદરાના ( Barkal ) બરકાલમાં ( Vyasbet ) વ્યાસ બેટ ખાતે પાણીના પ્રવાહમાં 12 જેટલા લોકો ( trapped ) ફસાઈ જતા તેમનું દિલધડક ( rescue ) રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લામાં આવેલા બરકાલ ખાતે ધોધમાર વરસાદ પડતા ગામ બેટમાં ફેરવાયું હતું. વરસાદી પાણીના પ્રવાહમાં ગામનો લોકો ફસાઈ ગયા હતા. કેટલાક લોકોએ તો ત્યાં આવેલ એક મંદિર પર આસરો લેવો પડ્યો હતો. મંદિરની છત પર ભૂખ્યા-તરસ્યા લોકોએ રાત વિતાવી હતી. આ મામલે જાણ થતા તેમનું રેસ્ક્યૂ કરવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ હતી, જો કે હેલિકોપ્ટરથી રેસ્કૂય થઈ શક્યું નહોતું.
આ સમાચાર પણ વાંચો : Bharuch: અંકલેશ્વર બેટમાં ફેરવાયું, હાંસોટ રોડની 15 સોસાયટીના પહેલા માળ સુધી પાણી ઘૂસ્યા, લોકો છત પર રહેવા મજબૂર, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
આર્મીના જવાનોએ 12 લોકોનું રેસ્ક્યૂ કર્યું
ત્યારબાદ સોમવારે આર્મીના જવાનો ( Army personnel ) ત્યાં પહોંચ્યા હતા અને પાણીના ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે ફસાયેલા લોકોનું દિલઘડક રેસ્ક્યૂ કર્યું હતું. સ્થાનિક લોકો અને બોટની મદદથી આર્મીના જવાનોએ 12 જેટલા લોકોને વ્યાસબેટમાંથી બચાવ્યા હતા. તમામ લોકોના સુરક્ષિત રેસ્ક્યૂ પછી તમામે રાહતનો શ્વાસ લીધો હતો.