News Continuous Bureau | Mumbai
PUBG: દેશમાં pubg ગેમ એ યુવકોમાં ( youth ) ઘેલછા લગાડી હતી. જે બાદ તેને બેન કરવામાં આવી હતી પરંતુ ફરી એક વખત pubg ની ઘેલછામાં યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા ( suicide ) કરી. માતા પિતાએ પુત્રને ગેમ ( Game ) રમવાની ના પાડતા પુત્રને માઠું લાગી આવ્યું અને પોતાના જ ઘરે ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું. મળતી માહિતી અનુસાર રાજકોટના ( Rajkot ) શાપરમાં રહેતા અને આઈટીઆઈ નો અભ્યાસ કરતા ભાવેશ નામના યુવકે પોતાના જ ઘરે ગળે ફાંસો ખાય પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસને પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે ભાવેશ ને pubg ગેમ રમવાની લત લાગી હતી.
તેમના માતા પિતા તેને ગેમ રમવાની ના કહી ઠપકો આપ્યો હતો જેનું માંઢું લાગી આવતા ભાવેશે પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું પરિવારને જાણ થતા તેને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. એક આશાસ્પદ યુવકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પોલીસે પૂછપરછ આદરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમાચાર પણ વાંચો : Bharuch: અંકલેશ્વર બેટમાં ફેરવાયું, હાંસોટ રોડની 15 સોસાયટીના પહેલા માળ સુધી પાણી ઘૂસ્યા, લોકો છત પર રહેવા મજબૂર, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ