Site icon

ગજબ કેવાય- સ્માર્ટફોન લેવા તત્પર હતી કિશોરી- લોહી વેચવા થઈ ગઈ તૈયાર- પહોંચી ગઇ બ્લડ બેન્ક- પછી શું થયું – જાણો અહીં

News Continuous Bureau | Mumbai

સ્માર્ટફોન(smartphone) માટે લોકોમાં દીવાનગી હવે સામાન્ય બાબત થઈ ગઈ છે, પણ પશ્ચિમ બંગાળમાં(West Bengal) જે કંઈ થયું તે હેરાન કરનારુ છે. અહીં એક ૧૬ વર્ષની છોકરીએ જિલ્લાની હોસ્પિટલમાં બ્લડ બેંકમાં(blood bank) જઈને પોતાનું લોહી વેચવા(selling blood) માટે પહોંચી ગઈ હતી. તે લોહી વેચીને પોતાના માટે સ્માર્ટફોન ખરીદવા માગતી હતી. જેવું આ વાતની જાણ બ્લડ બેંકના અધિકારીઓ(Blood Bank Officials) થઈ, તો તેમણે આ અંગેની જાણકારી ચાઈલ્ડલાઈનને(Childline) આપી. અહીં છોકરીનું કાઉંસિલિંગ(Girl Counseling) કરીને જિલ્લા બાળ કલ્યાણ સમિતિ(District Child Welfare Committee) દ્વારા તેના માતા-પિતા પાસે મોકલી દીધી હતી. 

Join Our WhatsApp Community

આ ઘટના સોમવારની હોવાનું કહેવાય છે. બાલુરઘાટ જિલ્લા(Balurghat District) હોસ્પિટલની બ્લડ બેંકમાં કાઉંસિલર કનક કુમાર દાસે આ ઘટના અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું છે કે, સવારે લગભગ ૧૦ કલાકે છોકરી અમારે ત્યાં આવી હતી. શરુઆતમાં અમને લાગ્યું કે, તે બ્લડ ડોનેટ(Donate blood) કરવા આવી છે. પણ જેવું અમને જાણવા મળ્યું કે, તે લોહી વેચવા માગે છે, અમે ચોંકી ગયા. દાસે જણાવ્યું કે, ત્યારે બાદ અમે વિચાર્યું કે, તે પોતાના ભાઈની સારવાર માટે પૈસા એકઠી કરી રહી છે. એટલા માટે લોહી વેચવા માગે છે. ત્યારબાદ અમે તેની સાથે થોડી વાર વાતચીત કરી. 

આ સમાચાર પણ વાંચો:  માત્ર 12 કલાકમાં ગુજરાતની બે વખત ધ્રુજી- આ બે અલગ અલગ જગ્યાએ અનુભવાયા ભૂકંપના આંચકા- લોકો દોડ્યા ઘરની બહાર 

બાદમાં તેણે કહ્યું કે, હકીકતમાં તે એક સ્માર્ટફોન ખરીદવા માગે છે, એટલા માટે તે લોહી વેચી રહી છે. છોકરીએ કહ્યું કે, તેણે પોતાના સંબંધીના ફોનમાંથી પોતાના માટે ઓનલાઈન એક ફોન મગાવ્યો છે અને તેના પૈસા ચુકવવા માટે તેની પાસે નથી. કહેવાય છે કે, આ છોકરી તપન નામની જગ્યાથી બાલુરઘાટ આવી હતી. જે લગભગ ત્યાંથી ૩૦ કિમી દૂર છે. આ છોકરીના પિતા શાકભાજીની લારી ચલાવે છે. તેની માતા હાઉસવાઈફ છે. તેને એક નાનો ભાઈ પણ છે, જે ચોથા ક્લાસમાં અભ્યાસ કરે છે. છોકરી સગીરવયની છે. એટલા માટે બ્લડબેંકના અધિકારીઓએ ચાઈલ્ડ લાઈનમાં ફોન કર્યો. ત્યારબાદ કાઉન્સિલર રીતા મહતો ત્યાં પહોંચી અને બાળકી સાથે વાતચીત કરી. તેમણે જણાવ્યુ કે, છોકરીએ ૯૦૦૦ની કિંમતનો એક સ્માર્ટફોન ઓર્ડર કર્યો હતો. આ ફોનની ડિલિવરી ગુરુવારે થવાની હતી.

આ છોકરી સોમવારે ઘરેથી એવું કહીને નિકળી હતી કે, તે ટ્યૂશનમાં ભણવા જાય છે. તેણે પોતાની સાયકલ બસ સ્ટેન્ડ પર મુકી રાખી હતી અને ત્યાંથી ચાલતા ચાલતા બાલુરઘાટ હોસ્પિટલમાં આવી હતી. ચાઈલ્ડલાઈન અથોરિટીઝે આ કિસ્સાની જાણ રાજ્ય સરકારના જિલ્લા બાળ કલ્યાણ વિભાગને આપી. ત્યારબાદ કમિટીએ છોકરીના માતા-પિતાનો સંપર્ક કર્યો. છોકરીના પિતાએ કહ્યું કે, જ્યારે તે ઘરેથી નિકળી ત્યારે હું ઘરે નહોતો. તેમણે કહ્યું કે, મને નથી ખબર કે તેના દિમાગમાં લોહી વેચીને ફોન ખરીદવાની વાત ક્યાંથી આવી.

આ સમાચાર પણ વાંચો:  વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે મહામારી કોરોનાના અલગ-અલગ વેરિએન્ટ-આગળ શું થશે

Maharashtra cybercrime news: સાયબર ક્રાઇમ પર તવાઈ: સભાપતિએ ‘બનાવટી એપ’ દ્વારા થતી છેતરપિંડી રોકવા નિર્દેશ આપ્યા, યુવાનોને જાગૃત કરવા અપીલ.
Nashik car accident: નાસિકમાં કાર અકસ્માત: શિરડી જઈ રહેલા ગુજરાતના ૩ શ્રદ્ધાળુઓના કરુણ મોત, ૪ ઘાયલ
Navneet Rana Threat: ધમકીનો સિલસિલો યથાવત્: નવનીત રાણાને ફરીથી હત્યાની ધમકી, સ્પીડ પોસ્ટથી પત્ર મોકલાતા ખળભળાટ.
Cyclone Montha: મોંથા હવે ક્યાં વળશે? આંધ્રમાં ભારે નુકસાન બાદ આગામી સંકટ કયા દરિયાકાંઠાના રાજ્યો પર છે?
Exit mobile version