Site icon

હદ થઈ ગઈ-ઘરમાં બુરી આત્મા હોવાનો ડર બતાવી થાણેમાં બે મહિલાએ વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડી

News Continuous Bureau | Mumbai

થાણે જિલ્લા(Thane district) માં એક આઘાતજનક બનાવ બન્યો હતો, જેમાં એક 79 વર્ષીય સિનિયર સિટિઝન(Senior Citizen) સાથે બે મહિલાઓએ કાળા જાદુના(black magic) નામ પર લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. ઘરમાં દુષ્ટ આત્મા હોવાનું કહીને તેની પાસેથી લાખો રૂપિયા એઠી લીધા હતા.

Join Our WhatsApp Community

પોલીસના જણાવ્યા મુજબ બે મહિલાઓએ વૃદ્ધ માણસને દુષ્ટ આત્માઓથી બચાવવા માટે ધાર્મિક વિધિ(religious ceremony) કરવી પડશે એવું કહીને તેની પાસેથી 15.87 લાખ રૂપિયા છેતરપિંડીથી એઠ્યા હતા.આ મહિલાઓએ  ઘરમાં એકલા રહેતા વૃદ્ધ વ્યક્તિને કહ્યું કે તેમના ઘરમાં દુષ્ટ આત્માઓ રહે છે. તે માટે  તેઓએ તેમને ઘરમાં ધાર્મિક વિધિઓ કરવા કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  અટકળો પર લાગી મહોર- કેપ્ટન અમરિંદર સિંહ આ તારીખે ભાજપમાં જોડાશે- PLCનો બીજેપીમાં થઇ શકે વિલય

પોલીસે જણાવ્યું હતું કે મહિલાઓએ વૃદ્ધ પુરુષને આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ધાર્મિક વિધિ માટે રૂ. 15.87 લાખ ચૂકવવા માટે બાટલીમાં ઉતારી દીધો હતો. હવે આ કેસમાં પોલીસે બંને મહિલાઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર નિવારણ અને માનવ બલિદાન(Maharashtra prevention and human sacrifice), અન્ય અમાનવીય, દુષ્ટ અને અઘોરી પ્રથાઓ સહિત ભારતીય દંડ સંહિતા (Indian Penal Code) હેઠળ કેસ નોંધ્યો છે. આ સાથે બ્લેક મેજિક એક્ટ(Black Magic Act) 2013 હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે મંગળવારે કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
 

Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Exit mobile version