News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના પુણેના રેસ્ક્યુ વાઈલ્ડલાઈફ ટ્રીટમેન્ટ સેન્ટરમાં મંગળવારે એક અનોખી ઘટના બની છે. વિવિધ ચેપથી ગંભીર રીતે બીમાર એવા દીપડાના બચ્ચાને બચાવવા માટે દીપડાના અન્ય એક બચ્ચાએ રક્તદાન કર્યું.
અનોખી ઘટના.. #પુણેના રેસ્ક્યુ #વાઈલ્ડલાઈફ #ટ્રીટમેન્ટ સેન્ટરમાં #દીપડાના બચ્ચાએ કર્યું રક્તદાન.. જુઓ વિડીયો..#Maharashtra #Pune #wildlife #leopard #cub #blood #donation pic.twitter.com/KBwMlQJOe4
— news continuous (@NewsContinuous) June 16, 2022
ગંભીર બીમારીથી પીડિત દીપડાના બચ્ચાને જીવંત રાખવા માટે પુણેમાં અન્ય એક દીપડાના બચ્ચાનું લોહી ચઢાવવામાં આવ્યું હતું. દેશમાં એક દીપડાએ બીજા દીપડાને રક્તદાન કર્યું હોય તેવી આ પહેલી ઘટના છે. 13 જૂનના રોજ ત્રણ મહિનાના દીપડાના બચ્ચાને અન્ય ત્રણ મહિનાના બચ્ચામાંથી લોહી આપવામાં આવ્યું હતું. પુણેના રેસ્ક્યુ વાઇલ્ડલાઇફ ટ્રીટમેન્ટ ટ્રાન્ઝિટ સેન્ટરના જણાવ્યા અનુસારબચ્ચાની હાલત સ્થિર છે અને તેની સંભાળ રાખવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : શેર બજારની અસ્થિરતા વચ્ચે રોકાણકારોની દોડ સોના તરફ- સોનું થયું સસ્તું- જાણો વિગતે
વન વિભાગ દ્વારા બે માદા બચ્ચાઓને નાશિકથી પુણેના રેસ્ક્યુ વાઇલ્ડલાઇફ ટ્રીટમેન્ટ ટ્રાન્ઝિટ સેન્ટરને સારવાર માટે સોંપવામાં આવ્યા હતા. બંને બચ્ચાઓને ગેરકાયદેસર રીતે પાંજરે પુરવામાં આવ્યા હતા. ત્યાંથી ભાગી છૂટ્યા બાદ વન વિભાગે બંનેને પુણેની એક પ્રાણી કલ્યાણ સંસ્થામાં મોકલી દેવાયા. દરમિયાન સંસ્થાના અધિકારીઓને જાણવા મળ્યું કે એક બચ્ચું બીમાર હતું. તેના શરીર પર ફંગલ ઇન્ફેક્શન પણ હતું. લોહીના અભાવે બચ્ચાનું મૃત્યુ થવાની પણ ભીતિ હતી. આ ત્રણ માસના માદા બચ્ચાનો જીવ બચાવવા સંસ્થામાં અગાઉથી દાખલ કરાયેલી ત્રણ માસના માદા બચ્ચાનું લોહી લઇ તેને આપવાનું નક્કી કરાયું. રક્તદાન પ્રક્રિયા માટે જરૂરી પરવાનગી મેળવ્યા બાદ 13મી જૂને ચેપગ્રસ્ત માદા બચ્ચાને રક્તદાન કરવામાં આવ્યું હતું. સંસ્થાના વડા નેહા પંચમીયાએ જણાવ્યું હતું કે રક્તદાતા માદા બચ્ચા અને રક્તદાન કરાયેલ બચ્ચું બંને સારી સ્થિતિમાં છે હાલ પશુચિકિત્સકોની એક ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે.