164
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી હેરોઇનનો રેકોર્ડબ્રેક જથ્થો ઝડપાયો છે.
ડિપાર્ટમેન્ટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ બે અલગ-અલગ કન્ટેઇનરમાંથી ત્રણ હજાર કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત 21 હજાર કરોડ રૂપિયા છે.
હેરોઈનની કિંમત 21 હજાર કરોડ થતા આ કૌભાંડમાં ATS, NIA અને ED પણ તપાસમાં જોડાઈ છે.
ડ્રગ્સ કેસમાં ડીઆરઆઈની એક ટીમે અત્યાર સુધીમાં છ આરોપીની અટકાયત કરી છે.
આ સમગ્ર હેરોઈનની હેરાફેરીમાં શંકાની સોય તાલિબાન-ISI કનેકશન સુધી પણ જઈ શકે છે.
21 હજાર કરોડ રૂપિયાનો જથ્થો પકડાવવો એ ભારતનાં ઈતિહાસમાં પહેલી ઘટના છે ત્યારે હવે આ કેસ પર આખા દેશની નજર છે.
આ અભિનેત્રી પર જાનલેવા હુમલો. મિનિસ્ટર રામદાસ આઠવલેએ અભિનેત્રી માટે માગી પોલીસ સુરક્ષા; જાણો વિગત
You Might Be Interested In