ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
26 જુન 2020
વડોદરાના એક તળાવમાંથી ભેદી સંજોગોમાં 31 જેટલા કાચબા મૃતાવસ્થામાં મળી આવતાં સ્થાનિક લોકો રોષે ભરાયા છે. આ મૃત કાચબા શહેરના આજવા રોડ પર આવેલા તળાવમાંથી મળી આવ્યા છે. આજે સવારે જ્યારે આટલા બધા કાચબા મૃત અવસ્થામાં પાણી પર તરતા જણાય ત્યારે લોકોએ જીવદયા સંસ્થા અને વનવિભાગને જાણ કરતાં તુરંત ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
વડોદરા વન વિભાગના આર.એફ.ઓ ના જણાવ્યા મુજબ "કોઈ વ્યક્તિએ વિસ્ફોટક પદાર્થો તળાવમાં નાખ્યા હોવા જોઈએ, જેને કારણે આ કાચબાના મોત થયા હોવાનું પ્રાથમિક નજરે જણાઈ રહ્યું છે. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આટલા બધા કાચબાનું એકસાથે મોત કેવી રીતે થયું."
ઉલ્લેખનીય છે કે આ કાચબાઓ શેડ્યુલ-વન માં આવતા જળચર પ્રાણી છે. આથી આ કૃત્ય કરનાર સામે કાનૂની કાર્યવાહી થશે અને આ બાબતે વનવિભાગની સાથે સ્થાનિક પોલીસ પણ આસપાસના સીસીટીવી તપાસી રહી છે તેમ જ લોકોની પૂછપરછ પણ કરી રહી છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com