News Continuous Bureau | Mumbai
અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા(Amravati MP Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા(MLA Ravi Rana)ને અમરાવતીમાં શક્તિ પ્રદર્શન કરવું ભારે પડ્યું હતું. નવનીત રાણા અને રવિ રાણા સહિત તેમના 15 સમર્થકો સામે ટ્રાફિક સહિત જુદા જુદા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગુનો(Case) નોંધવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : માર્કેટ મજામાં.. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં જબરદસ્ત તેજી, આટલા પોઇન્ટ ઉછળ્યા સેન્સેક્સ-નિફ્ટી..
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)ના ઘરની સામે હનુમાન ચાલીસા(Hanuman Chalisa)નું પઠન કરવાની જાહેરાત કરનારા રાણા દંપતીની 23 એપ્રિલના ધરપકડ કરવામાં આવી હતી. ચોથી મેના સ્પેશિયલ કોર્ટે(Special court) તેમને જામીન આપતા તેઓ જેલની બહાર આવ્યા હતા. ત્યારબાદ દિલ્હી (Delhi) ફરિયાદ કરવા પણ ગયા હતા. એટલે લગભગ 36 દિવસ બાદ તેઓ અમરાવતી પાછા ફર્યા હતા.