News Continuous Bureau | Mumbai
હિન્દુ ધર્મસ્થાન(hindu religious place) હોવાના દાવા સાથે સર્જાયેલા વિવાદ વચ્ચે તાજમહાલના(Taj Mahal) કંપાઉન્ડમાં આવેલી મસ્જિદમાં નમાજ પઢનારા 4 પર્યટકોની(Tourists) ધરપકડ કરી છે.
આ મસ્જિદમાં માત્ર શુક્રવારના રોજ ત્યાંના સ્થાનિક રહેવાસીઓને નમાજ અદા કરવાની મંજૂરી છે.
આ કારણોસર બહારથી આવેલા પર્યટકોએ બુધવારે નમાજ(Namaz) અદા કરી હોવાથી CISFના જવાનોએ તેમને પકડીને પોલીસને સોંપી દીધા.
હવે આ ચારેયની વિરુદ્ધ ‘રમખાણો(Riots) કરાવવાના હેતુથી ઉશ્કેરણી’ને સંબંધિત આઇપીસીની કલમ 153(Section 153) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસના મતે મુસાફરોએ નિયમનો ભંગ કર્યો છે. જેના કારણે પરિસ્થિતિ બગડી શકે છે.
આ કારણોથી મુસાફરોની વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ તેમના દસ્તાવેજોની ચકાસણી કરવામાં વ્યસ્ત છે.
આ સમાચાર પણ વાંચો : નાસીક શહેરમાં ધારા 144 લાગુ… પ્રશાસન સજ્જ. જાણો શું થયું…

